નવી દિલ્હી:યુસીસીને લઇને કોઇ આ કાયદા સાથે છે તો કોઇ આ કાયદાની વિરોધમાં છે. જોકે, કોંગ્રેસ યુસીસીની વિરુધ્ધમાં છે. આદિવાસી સમાજ પણ યુસીસીની વિરુધમાં છે. આજે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે દેશમાં સૂચિત સમાન નાગરિક સંહિતાના અમલીકરણ અંગે ચર્ચા કરવા કોંગ્રેસે તેના ટોચના નેતાઓની બંધ બારણે બેઠક યોજી હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પી ચિદમ્બરમ, સલમાન ખુર્શીદ, વિવેક ટંખા, કેટીએસ તુલસી, લોકસભા સાંસદો મનીષ તિવારી, એલ હનુમંતૈયા અને અભિષેક મનુ સિંઘવી સહિત અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ બેઠકમાં હાજર હતા.
Congress: UCC પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બંધ બારણે બેઠક
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) પર આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પક્ષ ડ્રાફ્ટ જોયા વિના આ અંગે કોઈ સ્ટેન્ડ લેશે નહીં. આ બેઠક બંધ દરવાજા પાછળ થઈ હતી. આ બેઠકમાં શુ ચર્ચા થઇ હશે તે કહેવું મુશ્કેલ છે.
સંસદની મંજૂરીની:17 જૂન 2016ના રોજ કાયદા અને ન્યાય મંત્રાલયને આપેલા સંદર્ભના જવાબમાં, ભારતના 22મા કાયદા પંચે સૂચિત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ની સામગ્રીની તપાસ કરી છે. ભારતના 22મા કાયદા પંચે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મોટી અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓના લોકોના મંતવ્યો જાણવાનો નિર્ણય કર્યો છે. આ સાથે રસ ધરાવતા પક્ષોને 14 જુલાઈ સુધીમાં તેમના અભિપ્રાય રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.જાણીતા વકીલ આશિષ દીક્ષિતના કહેવા પ્રમાણે, કાયદા પંચ માત્ર રિપોર્ટના રૂપમાં સૂચનો જ આપી શકે છે, જે સરકારને બંધનકર્તા નથી. તેમણે કહ્યું, જો સરકાર માને છે કે UCC લાગુ કરવાનો સમય યોગ્ય છે, તો તેને સંસદની મંજૂરીની જરૂર પડશે.
સમયને લઈને સવાલો:કેન્દ્ર સરકાર તેનો ડ્રાફ્ટ રજૂ ન કરે ત્યાં સુધી કોંગ્રેસે પ્રસ્તાવિત કાયદા પર પોતાનું વલણ સ્પષ્ટ કરવાનું ટાળ્યું છે. ભારતના બંધારણની કલમ 44 જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં એક સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાનો પ્રયાસ કરશે. યુસીસી લગ્ન, વારસા, દત્તક અને અન્ય બાબતોને લગતા કાયદાઓના સામાન્ય સમૂહની દરખાસ્ત કરે છે. તાજેતરની જાહેર સભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુસીસીના અમલીકરણની તરફેણમાં કેટલાક મજબૂત સંકેતો આપ્યા હતા. જે બાદ વિપક્ષી નેતાઓએ પ્રસ્તાવિત કાયદા પર ચર્ચા શરૂ કરવાના સમયને લઈને સવાલો ઉઠાવ્યા હતા.