નાગપુરઃ કૉંગ્રેસના 139મા સ્થાપના દિવસ પર મહારાષ્ટ્રના નાગપુરમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના માધ્યમથી કૉંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 પ્રચારની સ્ટ્રેટેજી અને ચૂંટણી પ્રચાર અભિયાન લોન્ચ કરશે. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કૉંગ્રેસ પાર્ટીના સ્થાપના દિવસે થનારી આ બેઠક ઐતિહાસિક રહેશે અને દેશનું માર્ગદર્શન કરશે. તેમણે બેઠક અગાઉ નાગપુરમાં નિવેદન આપ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ યાદગાર બની રહેશે.
નાગપુરમાં વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોની બેસવાની સગવડ કરવામાં આવી છે. આ કાર્યક્રમની થીમ "અમે તૈયાર છીએ" રાખવામાં આવી છે. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેશે. આગામી લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસ આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.
પાર્ટીના સૂત્રો અનુસાર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સંબોધનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવકનું હેડક્વાર્ટર છે. તેમજ એક ઐતિહાસિક દીક્ષાભૂમિ છે. આ બેઠક અગાઉ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ગુરુવારે નાગપુરમાં કૉંગ્રેસના સ્થાપના દિવસ પર ભારતીય જનતા પાર્ટીની અત્યાચારી અને ઘમંડી સરકારને ઉખાડી ફેંકવાની પ્રતિજ્ઞા આપીને પરિવર્તનનો સંદેશો આપવામાં આવશે.
હજારો સ્વતંત્રતા સેનાનીયોના બલિદાને અત્યાચારી અંગ્રેજોને દેશ છોડવા પર મજબૂર કર્યો. સ્વતંત્રતા આંદોલનમાં મહારાષ્ટ્રનું યોગદાન બહુ મોટું રહ્યું છે. આજે ફરીથી દેશને બચાવવાની લડાઈ મહારાષ્ટ્રથી શરુ થઈ રહી છે. જવાહરલાલ નહેરુથી લઈને મનમોહન સિંહ સુધી દરેકે કૉંગ્રેસની સત્તાના 60 વર્ષો દરમિયાન ભારતને મહાશક્તિ બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કમનસીબે છેલ્લા 10 વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશનું અપમાન કર્યુ છે.
ભાજપ જાતિ ધર્મના નામે સાંપ્રદાયિક તણાવ પેદા કરીને દેશને પતન તરફ લઈ જઈ રહ્યો છે. પટોલે જણાવે છે કે, ભાજપ વિપક્ષનો અવાજ કચડવા માટે ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ વિભાગનો દુરઉપયોગ કરે છે. બેઠકને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ છેલ્લા 10 દિવસોથી રાત દિવસ મહેનત કરી રહ્યા છે. નેતા પ્રતિપક્ષ અને કૉંગ્રેસ અગ્રણી વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે, આ વર્ષનો સ્થાપના દિવસ દરેકને યાદ રહેશે.
- One Nation One Election: એક રાષ્ટ્ર, એક ચૂટણીનો વિચાર જટીલ છે અને તેનો અમલ પડકારથી ભરપૂર છેઃ કૉંગ્રેસ
- Money Laundering Case : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની મુશ્કેલી વધી, મની લોન્ડરિંગ કેસની ચાર્જશીટમાં નામ ચડ્યુ