તમિલનાડુ(મદુરાઈ): મદુરાઈના જયચિત્રા નામની વિદ્યાર્થીનીએ (omr sheet confusion) હાઈકોર્ટનીમદુરાઈ (madurai high court) બેન્ચમાં અરજી કરી છે. તે અરજીમાં કહ્યું છે કે, "મેં મારું 12મું ધોરણ પૂર્ણ કર્યું હતું અને તબીબી અભ્યાસમાં જોડાવા માટે NEET પરીક્ષામાં હાજરી આપી હતી. મેં 200 પ્રશ્નોમાંથી 141 પ્રશ્નોના સાચા જવાબો (Confusion in the NEET result mark sheet) લખ્યા હતા. મેં પરીક્ષાએજન્સી દ્વારા ઓનલાઈન બહાર પાડવામાં આવેલા પ્રશ્નો અને જવાબો સાથે વેરિફિકેશન કર્યું હતું. કે, મેં 720 માંથી 564 ગુણ મેળવ્યા હતા. પરંતુ ગત સપ્ટેબર 7 ના રોજ જાહેર થયેલા NEET પરિણામોમાં મને માત્ર 114 માર્કસ આપવામાં આવ્યા હતા. પરંતુ ટકાવારીની દૃષ્ટિએ તે 48.8% તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
NEETની માર્કશીટમાં મુઝવણ ઊભી થતા વિદ્યાર્થિનીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા - Confusion in the NEET result mark sheet
જયચિત્રા નામની વિદ્યાર્થીનીએ 720 માંથી 564 ગુણ મેળવ્યા હતા. પરંતુ ગત સપ્ટે.7 ના રોજ જાહેર થયેલા NEET પરિણામોમાં તેણીને માત્ર 114 માર્કસ આપવામાં આવ્યા હતા.(omr sheet confusion)
કોર્ટ તેની વિનંતી સ્વીકારી-વિદ્યાર્થીનીએ આગળ જણાવ્યુ કે, મને લાગે છે કે આમાં કોઈ ખામી છે. તેથી, મારે મારી NEET OMR શીટની તપાસ કરવાની જરૂર છે જે મેં લખી હતી. તેના દ્વારા, મારા જૂના માર્કસ રદ કરવામાં આવે અને નવી માર્કસની યાદી બહાર પાડવાનો આદેશ આપવામાં આવે.(A girl petition to probe her OMR sheet) છોકરી માટે તેના ધ્યેયને આગળ ધપાવવા માટે પરીક્ષાનું પરિણામ મહત્વપૂર્ણ છે. તેથી તે ધ્યાનમાં લઈને કોર્ટ તેની વિનંતી સ્વીકારી રહી છે, ન્યાયાધીશે કહ્યું. છોકરી તેની પરીક્ષાની OMR શીટની તપાસ કરી શકે છે, અને પરીક્ષા એજન્સીએ તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ, ન્યાયાધીશે ઉમેર્યું. આ કેસની વધુ પૂછપરછ કોર્ટે બે સપ્તાહ માટે મુલતવી રાખી છે.