- સલમાન ખુર્શીદના પુસ્તકમાં વાંધાજનક નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ
- પુસ્તકમાં હિંદુત્વની તુલના જેહાદી જૂથ ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી
- ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે
નવી દિલ્હીઃ સલમાન ખુર્શીદ(Salman Khurshid)ના પુસ્તક(The book)માં હિન્દુત્વને લઈને આપવામાં આવેલા વાંધાજનક નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ (Complaint to Delhi Police)કરવામાં આવી છે. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલે(Advocate Vineet Jindale) કરી છે. આ ફરિયાદમાં તેમણે કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ(Congress leader Salman Khurshid) પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેણે સલમાન ખુર્શીદ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.
તાજેતરમાં કૉંગ્રેસનેતા સલમાન ખુર્શીદનું પુસ્તક બહાર પડ્યું
તાજેતરમાં કૉંગ્રેસનેતા સલમાન ખુર્શીદનું પુસ્તક બહાર પડ્યું (Congress leader Salman Khurshid's book came out)છે. આ પુસ્તક વાંચ્યા બાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલ (Vineet Jindal)વતી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ કાયદા પ્રધાન સલમાન ખુર્શીદના પુસ્તકમાં હિંદુત્વની તુલના જેહાદી જૂથ ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે.
હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી