- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનું નાક દબાવ્યું, આપ્યો એક્સ ગ્રેશિયા માટે આદેશ
- કોરોના મૃતકોને 4 લાખની સહાય રાશિ ચૂકવવા માર્ગદર્શિકા બનાવડાવવા જણાવાયું
- NDMA દ્વારા નવી માર્ગદર્શિકા તૈયાર કરવાનો આદેશ કર્યો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) તેના આદેશમાં કેન્દ્રસરકારને નિર્દેશ કર્યો છે કે કોવિડ-19ના (COVID-19) કારણથી મોતને ભેટનારના પરિવારને એક્સ ગ્રેશિયા વળતર (Ex-Gratia Compensation)ચૂકવવા માટે માર્ગદર્શિકા તૈયાર કરે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણી (NDMA) ને કોવિડ -19 ને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારને આર્થિક સહાય આપવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવા આદેશ આપ્યો હતો.
SCએે કહ્યું કે, કોવિડ -19ના મૃતકોના પરિવારોને રાહતના લઘુતમ માપદંડ માટે છ અઠવાડિયામાં માર્ગદર્શિકા જારી કરવામાં આવે. આ આર્થિક સહાયની રકમ દરેક પાસાંને ધ્યાનમાં રાખીને નક્કી કરવી જોઈએ. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેમની સાથે 'નાણાકીય સામર્થ્ય' કોઈ મુદ્દો નથી, પરંતુ 'રાષ્ટ્રના સંસાધનોનો વાજબી, સમજદાર અને શ્રેષ્ઠ ઉપયોગ' કરવાનો હોતાં કોવિડને કારણે મૃત્યુ પામેલાં લોકોના પરિવારને 4 લાખ રુપિયાની સહાય રાશિ આપી શકાય નહીં.
આ પણ વાંચોઃ PM Modi meeting: બુધવારે મળશે પ્રધાનોની બેઠક, કોવિડ તેમજ પ્રધાનોનું મૂલ્યાંકન થવાની સંભાવના
સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ કેન્દ્રએ વધારાની એફિડેવિટ દાખલ કરી હતી. 21 જૂને સુપ્રીમ કોર્ટે બે પીઆઈએલ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો જેમાં કેન્દ્ર અને રાજ્યોને કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવનારા પરિવારોને અને તેમના મૃત્યુના પ્રમાણપત્ર જારી કરવાના કાયદા હેઠળ પ્રત્યેકને 4 લાખ રૂપિયાનું વળતર (Ex-Gratia Compensation) ચૂકવવા એકસમાન નીતિ માટે વિનંતી કરવામાં આવી હતી.
કોન્સોલિડેટેડ ફંડનો ઉપયોગ
કોવિડ -19ને સમગ્ર વિશ્વમાં એકવાર ફેલાતો રોગચાળો ગણાવી કેન્દ્રએ 39 પાનાંની લેખિત રજૂઆતમાં કહ્યું કે દેશમાં રોગચાળા સાથે વ્યવહાર કરવાની વ્યૂહરચના નક્કી કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યાં હતાં અને આ માટે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ના ફંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, નિષ્ણાતોની સલાહ મુજબ ભારતના કોન્સોલિડેટેડ ફંડનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.