- દિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો
- દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા
- LPG સિલિન્ડરની ભારે કિંમતને કારણે ખાણી-પીણી પણ મોંઘી થશે
નવી દિલ્હીઃદિવાળી પહેલા પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 264 રૂપિયાનો ભારે વધારો (LPG Cylinder Price Hike) થયો છે. આ વધારા સાથે હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડર (LPG commercial Cylinder)ની કિંમત 2000.5 રૂપિયા થઈ ગઈ છે.
ઘરેલુ LPG સિલિન્ડર
જોકે, ઘરેલુ ઉપયોગ માટેના 14.2 કિલોના LPG સિલિન્ડરમાં કોઈ વધારો (LPG Cylinder Price Hike) કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે 6 ઓક્ટોબર 2021ના રોજ કરાયેલી સમીક્ષા મુજબ દિલ્હીમાં 19.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત માત્ર 1736.50 રૂપિયા હતી, પરંતુ આ મહિનાની શરૂઆતમાં એટલે કે આજે 1 નવેમ્બર 2021ના રોજ તેમાં રૂ.264નો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2000.50 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે કોલકાતામાં 19.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત 2073.5 રૂપિયા, મુંબઈમાં 1950 રૂપિયા અને લખનઉમાં 2093 રૂપિયા થઈ ગઈ છે.