ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા - ભારત અને ચીનના કમાન્ડર્સ

આ અઠવાડિયે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ શકે છે. બંને દેશ વચ્ચે પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં LAC એટલે કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર એક વર્ષથી તણાવ ચાલી રહ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં બન્ને દેશના જવાનોને વિવાદિત ક્ષેત્રમાં તહેનાત કરવામાં આવ્યા હતા. જોકે, હવે બન્ને દેશે પોતપોતાના સેનાના જવાનોને પરત હટાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા
ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા

By

Published : Mar 22, 2021, 9:04 AM IST

  • એક વર્ષથી ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહ્યો છે તણાવ
  • બન્ને દેશના જવાનોને વિવાદિત ક્ષેત્રમાં તહેનાત કરાયા હતા
  • બન્ને દેશના જવાનોને પરત હટાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે

આ પણ વાંચોઃLAC પર સ્થિરતા બદલવાનો કોઈપણ એકપક્ષીય પ્રયાસ અસ્વીકાર્ય છે : વિદેશ પ્રધાન જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લગભગ એક વર્ષથી LAC મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો છે, જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ઘણી વાતચીત બાદ પેંગોંગ ઝીલ ક્ષેત્રમાં બંને દેશના સેનાના જવાનોએ પીછેહઠ કરી છે. આ જ દિશામાં આગળ વધતા ગોગરા હાઈટ્સ ડેપસાંગના મેદાનોથી જવાનોની વાપસી પર ચર્ચા થશે. આ અંગે ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે ચર્ચા થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃભારત-ચીન વચ્ચે નવમી બેઠક બાદ પણ લદ્દાખ ઘર્ષણ મુદ્દાનો ઉકેલ નહીં

ગયા અઠવાડિયે બંને દેશ વચ્ચે થઈ હતી રાજદ્વારી વાર્તા

ગયા અઠવાડિયે થયેલી રાજદ્વારી વાર્તા બાદ બંને પક્ષ આ અઠવાડિયામાં કોર કમાન્ડર સ્તર પર ચર્ચા કરી શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, બંને પક્ષ વચ્ચે ડેમચોક પાસે ગોગરા હાઈઠ્સ, ડેપસાંગ પ્લેન્સ અને CNC જંક્શન ક્ષેત્રના સૈનિકોને હટાવવા મુદ્દે ચર્ચા થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details