- અમિત શાહ રવિવારે સાંજે તેમના યુપી પ્રવાસ પર મિર્ઝાપુર પહોંચ્યા
- અમિત શાહે માં વિંધ્યવાસિની કોરિડોરનો શિલાન્યાસ કર્યો
- વિંધ્ય કોરિડોર યુપીના CA નો ડ્રીમ પ્રોજેક્ટ છે
મિર્ઝાપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (amit shah)રવિવારે સાંજે તેમના યુપી પ્રવાસ પર મિર્ઝાપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે માં વિંધ્યવાસિની કોરિડોરનો શિલાન્યાસ કર્યો અને અષ્ટભુજા ટેકરી પર રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું. જિલ્લાના જીઆઈસી મેદાનમાં જાહેર સભાને સંબોધતા શાહે કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યને રમખાણમુક્ત અને માફિયામુક્ત બનાવવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો- Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, કરોડોના ખર્ચે વિકાસના કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
યોગી સરકારે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાનું શાસન જાળવવાનું કામ કર્યું છે
કેન્દ્રીય ગૃહપ્રધાને સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી પર પ્રહાર કરતા કહ્યું કે, યોગીના 5 વર્ષ તમારા 15 વર્ષ કરતાં ભારે છે. તમે તમારા 15 વર્ષનો હિસાબ આપો, યોગીના 5 વર્ષ ભારે પડશે. તેમણે કહ્યું કે, યોગી સરકારે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાનું શાસન જાળવવાનું કામ કર્યું છે.
યોગી સરકારે વિકાસના કામો કર્યા છે
યોગીના શાસનમાં સારું કામ થયું છે. 44માંથી 22 યોજનાઓમાં યુપી મોખરે છે. યુપી સરકારે બન્ને કોરોના લહેરમાં વધુ સારું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, અગાઉ વોટબેંકની રાજનીતિના કારણે ઘણા કામો થયા ન હતા. યોગી સરકારે વિકાસના કામો કર્યા છે.
331 કરોડનો વિંધ્ય કોરિડોર પ્રોજેક્ટ
અમિત શાહે(amit shah) મિર્ઝાપુરમાં માં વિંધ્યવાસિની કોરિડોરનો શિલાન્યાસ કરી માતા વિંધ્યાવાસિનીની પૂજા કરી હતી. યાત્રાધામના પૂજારીઓએ પૂજા કરી હતી. આ દરમિયાન મુખ્યપ્રધાન યોગી(CM Yogi)ની સાથે કેન્દ્રીય રાજ્યપ્રધાન અને જિલ્લાના સાંસદ અનુપ્રિયા પટેલ પણ હાજર રહ્યા હતા. વિંધ્ય કોરિડોર યુપીના CA નો ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના પર લગભગ 31 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો- રથયાત્રાના દિવસે અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત, ડ્રગ્સ લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન
અષ્ટભુજા પર્વત પર બે રોપ-વેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વિંધ્યવાસિની મંદિર પાસે અષ્ટભુજા પર્વત પર બે રોપ-વેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિધ્યવાસિની કોરિડોરથી યુપીના ધાર્મિક પ્રવાસનને ફાયદો થશે. વિંધ્ય કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વિંધ્યાચલ મંદિરની આસપાસ 50 ફૂટ પહોળો પરિક્રમા રોડ અને 35 ફૂટ પહોળો અપ્રોચ રોડ તૈયાર કરવામાં આવશે.