- કાકોરી કાંડની 97મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્યપ્રધાન અને રાજ્યપાલે શહીદોને આપી શ્રદ્ધાંજલિ
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને રાજ્યપાલ આનંદીબેન પટેલે (Governor Anandiben Patel) આજે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી
- 'કાકોરી ટ્રેન એક્શન' (Kakori Train Action)ના પ્રસંગે શહીદોના પરિવારજનોને પણ સન્માનિત કરવામાં આવ્યા
લખનઉઃ આજે (સોમવારે) કાકોરી કાંડની 97મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને રાજ્યપાલ આનંદીબેન પટેલે (Governor Anandiben Patel) કાકોરી શહીદ સ્મારક પર જઈને શહીદ ક્રાન્તિવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 'કાકોરી ટ્રેન એક્શન ડે (Kakori Train Action Day)'ના શહીદોને નમન કરવાની સાથે રાજ્યપાલ અને મુખ્યપ્રધાને શહીદોના પરિવારજનોને સન્માનિત કર્યા હતા.
આ પણ વાંચો-રામ મંદિર ભૂમિ પૂજાનનું 1 વર્ષ પૂર્ણ થતા અયોધ્યામાં મોટું અનુષ્ઠાન, મુખ્યપ્રધાન યોગી યજમાન
કાર્યક્રમનો ઉદ્દેશ યુવાઓને આઝાદીનું મહત્ત્વ સમજાવવાનો છે
ભારતની આઝાદીના 75મા વર્ષને યાદગાર બનાવવા માટે સમગ્ર દેશમાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત વિવિધ સ્થળો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ યુવાઓને આઝાદીનું મહત્ત્વ અને બલિદાનીઓ અંગે જાણકારી આપવાનો છે, જેથી યુવા તેમના ગુણોને આત્મસાત કરી શકે. આ અંતર્ગત જન આંદોલન, ભારતનો સ્વર્ણિમ ઈતિહાસ, તેમના વિકાસ અંગે જણાવવામાં આવશે. આ ઉપરાંત ભારતની વૈશ્વિક ઓળખ વગેરે અંગે જાણકારી આપવાનો છે. આ કડીમાં ઉત્તરપ્રદેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અને ચૌરી ચૌરા શતાબ્દી મહોત્સવ અને કાકોરી ટ્રેન એક્શન ડેની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે.