નવી દિલ્હી: ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે બુધવારે FIH હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 માટે પ્રથમ ટિકિટ ખરીદી હતી. (CM Naveen patnaik purchases the first ticket )હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ મુખ્યપ્રધાનને ભુવનેશ્વરમાં તેમના નિવાસસ્થાને મળ્યા અને તેમને ટિકિટ આપી હતી.
આયોજન કરવામાં આવ્યું:તિર્કીએ ટ્વીટ કર્યું હતુ કે, માનનીય મુખ્યપ્રધાન શ્રી નવીન પટનાયકે રાઉરકેલા અને ભુવનેશ્વરમાં યોજાનાર FIH ઓડિશા હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 માટે પ્રથમ ટિકિટ ખરીદી હતી. ઓડિશાના મુખ્યપ્રધાનને ટિકિટ આપીને હું સન્માનિત છું. ઓડિશા બીજી વખત મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. અગાઉ FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2018નું પણ ભુવનેશ્વરમાં આયોજન કરવામાં આવ્યું હતું.