ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાંં કોરોનાથી મુત્યુ દર વધતા મુખ્ય પ્રધાને બેઠક યોજી - દિલ્હીમાં કોરોનાથી મોત

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે રાજ્યમાં હોનારત મેનેજમેન્ટ ઓથોરિટી સાથે દિલ્હીમાં કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યાને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી. જેમાં તેણે વધતા મૃત્યુના ડેટાના વિશ્લેષણ માટે નિષ્ણાતોને વિનંતી કરી છે.

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો
દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો

By

Published : Nov 26, 2020, 12:18 AM IST

  • દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો
  • રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની યોજાઇ બેઠક
  • કેજરીવાલે કોરોનાથી થતાં મોતની તપાસ માટે એક સમિતિની રચના કરવા કરી ભલામણ

નવી દિલ્હી:રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે મોતનાં કિસ્સા વધ્યા છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં નિષ્ણાતોને કોરોનાથી વધી રહેલા મોતનું વિશ્લેેષણ કરવા જણાવ્યુ છે. તે ઉપરાંત કોરોનાથી થતા મોતની તપાસ માટે એક સમિતિની રચના કરવાા જણાવ્યુું છે. જેથી સમિતિમાં સામેલ નિષ્ણાતો દર્દીઓના મોતનું કારણ શોધી શકે છે.

એક અઠવાડિયામાં 100 જેટલા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના મોત

દિલ્હીમાં નવેમ્બરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. તમામ પગલાં લીધા પછી પણ કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો, લગભગ 100 જેટલા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના મોત થઇ રહ્યા છે. જેને લઇ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં સત્તાવાર બેઠકમાં નિષ્ણાતોને જણાવ્યુુ કે તેઓ કોરોનાના મોત પાછળનુ કારણ જાણી અને તેને કેવી રીતે ઘટાડી શકાય તેનો અહેવાલ આપે.

ABOUT THE AUTHOR

...view details