ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમરનાથમાં વાદળ ફાટ્યું, સિંધુ નદીમાં વધ્યું જળ સ્તર - અમરનાથ

અમરનાથમાં સતત વરસાદના કારણે વાદળ ફાટ્યું. વાદળ ફાટવાના કારણે સિંધુ નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને SDRFની ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે.

અમરનાથમાં વાદળ ફાટ્યું, સિંધુ નદીમાં વધ્યું જળ સ્તર
અમરનાથમાં વાદળ ફાટ્યું, સિંધુ નદીમાં વધ્યું જળ સ્તર

By

Published : Jul 28, 2021, 8:19 PM IST

  • અમરનાથમાં ફાટ્યું વાદળ
  • સિંધુ નદીમા જળ સ્તરમાં થયો વધારો
  • કોઇ જ જાનહાની થઇ નથી

ન્યૂઝ ડેસ્ક: સતત વરસાદના કારણે અમરનાથમાં વાદળ ફાટ્યું. વાદળ ફાટવાના કારણે સિંઘ નદીનું પાણીનું સ્તર વધી ગયું હતું. આ ઘટનાના કારણે SDRFની વધુ એક ટીમને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. મહત્વનું છે કે SDRFની બે ટીમ પહેલાથી ત્યાં તૈનાત છે. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

અમરનાથમાં વાદળ ફાટ્યું, સિંધુ નદીમાં વધ્યું જળ સ્તર

કંગન અધિકારીઓએ જણાવ્યું છે કે પવિત્ર અમરનાથ ગુફા પાસે સતત વરસાદ અને વાદળ ફાટવાના કારણે ગંડ અને કંદન ક્ષેત્રમાં લોકોને નદીથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું. જો કે જળસ્તરમાં વધારો થતાં SDRFની ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના અગે ગૃહપ્રધાન અમિતશાહ અને કાશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિંન્હાએ ટ્વિટ કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details