ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Himachal Cloud Burst: મંડીના ધનાયરામાં વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ, 40 લોકોના કરાયા રેસ્ક્યુ - cloud burst in Gram Panchayat Dhanyara

હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાના ધનાયરામાં વાદળ ફાટવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વાદળ ફાટવાથી આવેલા પૂર દ્વારા ભારે વિનાશ સર્જાયો છે. ગ્રામજનો અને વહીવટી તંત્રએ બચાવ કામગીરી હાથ ધરીને પૂરમાં ફસાયેલા 40 લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

Himachal Cloud Burst
Himachal Cloud Burst

By

Published : Jun 14, 2023, 8:17 PM IST

હિમાચલ પ્રદેશ:મંડી જિલ્લાના દૂરના વિસ્તાર ગ્રામ પંચાયત ધનાયરામાં મંગળવારે મોડી સાંજે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નજીકના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. વાદળ ફાટવાને કારણે ડોગરી, કારલા અને હડાબોઈ ગામોમાં પણ અનેક વીઘા જમીન ધોવાઈ ગઈ છે. સ્થાનિક લોકો અને પ્રશાસને ભારે મુશ્કેલી સાથે 4 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું. ત્યારબાદ 40 લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન:મંડી જિલ્લાના ગ્રામ પંચાયત ધનાયરામાં વાદળ ફાટવાના કારણે બે વાહનો પાણીમાં વહી ગયા છે. જ્યારે કેટલાક વાહનોને ભારે જહેમત બાદ સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. વાદળ ફાટવાના કારણે ગાયના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગ્રામ પંચાયત ધનાયરાના વડા મીરા દેવીએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. ગામલોકોની અનેક વીઘા જમીન પૂરમાં ધોવાઈ ગઈ છે. આ સાથે જ 2 વાહનો સહિત 3 હોકર્સ પણ પૂરમાં વહી ગયા છે.

" ગ્રામ પંચાયત ધન્યારામાં થયેલા નુકસાન અંગે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે વાદળ ફાટવાને કારણે અચાનક આવેલા પૂરને કારણે અલગ-અલગ જગ્યાએ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં થયેલા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે." - વિવેક ચૌહાણ, બ્લોક વિકાસ અધિકારી સુંદરનગર

40 ગ્રામજનોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા: તેમણે કહ્યું કે પૂરમાં ફસાયેલા 40 ગ્રામજનોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વિસ્તારના તમામ સંદેશાવ્યવહાર માર્ગો કાપી નાખવામાં આવ્યા છે. રાત્રિના કારણે બચાવ કામગીરી ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.

  1. Cyclone Biparjoy: વાવાઝોડું છેલ્લા 6 કલાકથી મધદરિયે સ્થિર, 15 જૂન સાંજે જખૌ બંદરે ટકરાશે - મનોરમા મોહંતી
  2. Cyclone Biparjoy: વાવાઝોડાને પગલે સાંતલપુરના રણમાંથી 13200 અગરિયાઓનું સ્થળાંતર કરાયું
  3. Biporjoy Cyclone: બિપરજોય વાવાઝોડા પગલે અલંગ પોર્ટ પર બે દિવસ કામ બંધ

ABOUT THE AUTHOR

...view details