15.35 નવેમ્બર 30,
ત્રિપુરાના રાજ્યપાલે અને તેમની પત્નીએ મતદાન કર્યુ.
14.14 નવેમ્બર 30,
મધ્યાહને 1 કલાક સુધી તેલંગાણામાં 36.68 ટકા મતદાન થયું છે.
14.13 નવેમ્બર 30,
યુવજન શ્રમિકા રાયથૂ તેલંગાના પાર્ટીની અધ્યક્ષ વાઈ એસ શર્મિલાએ ગુરુવારે હૈદરાબાદમાં મતદાન કર્યુ. તેમણે દરેક મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે લોકતંત્રની જીત માટે દરેકને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
12.39 PM 30 નવેમ્બર
જનગાંવ મતદાન મથક પર રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
હૈદરાબાદઃ દરેક નાગરિકને ચૂંટણી પર્વે પોતાનો મત આપી મનગમતી સરકાર ચૂંટવાનો હક છે. તેલંગાણાની વિધાનસભા ચૂંટણીમાં કેટલાક સ્થળોએ નાની મોટી ઘટના સામે આવી છે. સત્તાપક્ષ બીઆરએસ અને વિપક્ષના નેતાઓ સામ સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. પોલીસ સ્થિતિને સામાન્ય કરવા માટે પ્રય્તનો કરી રહી છે.
નિઝામાબાદ જિલ્લાના બોધન સ્થિત વિજયા મેરી મતદાન કેન્દ્ર પર તણાવ ગ્રસ્ત સ્થિતિ પેદા થઈ છે. કૉંગ્રેસ અને બીઆરએસ નેતાઓ વચ્ચે મારામારી થઈ હોવાના સમાચાર પણ છે. પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વેરવિખેર કર્યુ હતું. જનગામામાં મતદાન કેન્દ્ર નંબર 245 પર ભાજપ, કૉંગ્રેસ અને સીપીઆઈના કાર્યકર્તાઓ બાખડ્યા હતા. બખેડો કરતા કાર્યકરોને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પાર્ટીના નેતાઓએ એકાબીજી પાર્ટી પર આક્ષેપબાજી કરી હતી. રંગારેડ્ડી જિલ્લામાં ઈબ્રાહિમપટનમ ખાનાપુરમાં કૉંગ્રેસ અને બીઆરએસ કેડરમાં લડાઈ છેડાઈ હતી. અહીં પણ પોલીસે સક્રીય ભૂમિકા ભજવીને સ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
જોગુલામ્બા ગડવાલા જિલ્લામાં આઈઝા સરકારી સ્કૂલના મતદાન કેન્દ્ર પર વિવાદ થયો હતો. કૉંગ્રેસ નેતાઓ અને પોલીસની વચ્ચે જ ઝપાઝપી થઈ હતી. કૉંગ્રેસના નેતાઓએ બીઆરએસ દ્વારા મતદાતાઓને લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે. નગર કુરનૂલ જિલ્લાના અમરાબાદ મંડળના મન્નાનૂર મતદાન કેન્દ્ર પર પણ લડાઈના સમાચાર છે. અહીં બીઆરએસ અને કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો. અહીં પણ પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
અલેરુ વિધાનસભા બેઠક વિસ્તારના યાદગિરિગુટ્ટા મંડળના મલ્લાપુર ગામે તણાવ વધી ગયો હતો. કૉંગ્રેસ નેતાઓએ બીએલઓ મતદાન કેન્દ્રમાં પ્રચાર થતો હોવાની ફરિયાદો કરી છે. પોલીસે તત્કાળ કામગીરી કરીને બીએલઓને મતદાન કેન્દ્રની બહાર મોકલી દીધો હતો. આ મતદાન કેન્દ્રમાં કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
- તેલંગાણા વિધાનસભા ચૂંટણી: આજે 119 બેઠકો માટે મતદાન, 2,290 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે 3.26 કરોડ મતદારો
- તેલંગાણામાં અમિત શાહ બીઆરએસ સરકાર પર ગર્જ્યા, ' ભાજપ સત્તામાં આવશે તો ' કહીને કરી વચનોની લહાણી