નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના આ મહિને 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે તેમના એક વર્ષથી થોડા સમયના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ ન્યાયાધીશોની નિમણૂક કરી (CJI NV Ramana Made a Record) છે. તેમણે 100 થી વધુ ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાંથી પાંચ જજો સુપ્રીમ કોર્ટમાં અને અન્ય તમામ નિમણૂકો હાઈકોર્ટમાં થઈ છે. એ અલગ વાત છે કે, હાઈકોર્ટમાં હજુ પણ 380 જજોની જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશની કરવામાં આવશે નિમણૂક જાણો કોણ હશે...
જજોની નિમણૂકોને નવી ગતિ આપી :સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાનો કાર્યકાળ 24 એપ્રિલ 2021થી શરૂ થયો હતો. તેમણે જસ્ટિસ એસએ બોબડેનું સ્થાન લીધું હતું, ત્યાર બાદ વિવિધ હાઈકોર્ટમાં 411 જજોની જગ્યાઓ ખાલી હતી. ઉલ્લેખની છે કે, જજોની નિમણૂક કોલેજિયમ દ્વારા કરવામાં આવે (collegium appointments judges) છે. કોલેજિયમમાં પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. મુખ્ય ન્યાયાધીશ રમનાએ કોલેજિયમમાં સર્વસંમતિ બનાવવા માટે ખાસ પ્રયાસ કર્યા અને નિમણૂકોને નવી ગતિ આપી હતી.