ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Punjab police arrests BKI operatives: પંજાબમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ - CIA MOHALI PUNJAB POLICE ARRESTS 4 OPERATIVES OF TERRORIST MODULE LINKED TO BABBAR KHALSA

પંજાબમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર અને કારતુસ પણ મળી આવ્યા છે. Punjab police arrests BKI operatives

CIA MOHALI PUNJAB POLICE ARRESTS 4 OPERATIVES OF TERRORIST MODULE LINKED TO BABBAR KHALSA
CIA MOHALI PUNJAB POLICE ARRESTS 4 OPERATIVES OF TERRORIST MODULE LINKED TO BABBAR KHALSA

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2023, 3:24 PM IST

ચંદીગઢ:પંજાબના મોહાલીમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CIA)એ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ રાજ્યમાં તહેવારોની સિઝનમાં આ ઘટનાને અંજામ આપીને આતંક ફેલાવવાની યોજના ઘડી રહ્યા હતા. સીઆઈએની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરાયેલા આતંકવાદી મોડ્યુલના સભ્યો પાસેથી હથિયારો અને કારતુસ પણ જપ્ત કર્યા (Punjab police arrests BKI operatives) છે.

ડ્રોન દ્વારા પાકિસ્તાનથી લાવ્યા હથિયાર:ડીજીપી પંજાબ ગૌરવ યાદવે પંજાબ પોલીસની આ સફળતાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા શેર કરી છે. તેમણે લખ્યું કે તહેવારોની સિઝનમાં રાજ્યમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડનારા આતંકવાદી મોડ્યુલના 4 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસેથી મળી આવેલા હથિયારો ડ્રોન દ્વારા પાકિસ્તાનથી ભારતમાં સપ્લાય કરવામાં આવ્યા (Punjab police arrests BKI operatives) હતા.

બે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા: ઉલ્લેખનીય છે કે આ મહિનાની 17 તારીખે સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ મોહાલીએ એક મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી કરી રહેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. પકડાયેલા આરોપીના કબજામાંથી એક પિસ્તોલ અને 10 કારતુસ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગને પાકિસ્તાની આતંકવાદી હરિન્દર રિંડા અને અમેરિકન ગેંગસ્ટર હેપ્પી પસિયા ઓપરેટ કરી રહ્યા હતા. આ ધરપકડ સાથે પોલીસે પંજાબમાં ઘણા લક્ષ્યાંકિત હુમલાઓને અટકાવ્યા (Punjab police arrests BKI operatives) હતા.

  1. Bihar Crime: પ્રેમી માટે યુવતીએ ઘર છોડ્યું, યુવકે તેના મિત્રો સાથે સોદો કર્યો
  2. Unsafe Noida: યુવતીને ઘરે એકલી જોઈને બ્રેડ અને ઈંડાની ડિલિવરી કરવા આવેલા ડિલિવરી બોય દ્વારા બળાત્કારનો પ્રયાસ, કેસ નોંધાયો

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details