- પેંગોંગ તળાવના ફિંગર 4ને ખાલી કરી રહી છે ચીની સેના
- ભારતીય અને ચીની સેનાએ દક્ષિણ કાંઠેથી પીછેહઠ શરૂ કરી
- ભારતીય અને ચીની સેના LAC પર લગભગ 10 મહિનાથી આમને-સામને
નવી દિલ્હી: ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) આખરે પેંગોંગ તળાવની ઉત્તરી કાંઠે ફિંગર 4 વિસ્તાર ખાલી કરવાનું શરૂ કરી દીધું છે, જેના પર તેઓએ ગયા વર્ષે કબ્જો કર્યો હતો અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતી પર બદલાવ કર્યો હતો.
ભારત અને ચીન વચ્ચે કરાર મુજબ ચાલી રહી છે ગતિવિધિઓ
કરારમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના રહેવા માટે બનાવવામાં આવેલા શેલ્ટરને ધ્વસ્ત કરી રહ્યા છે અને અન્ય રચનાઓને પણ દૂર કરી રહ્યા છે, જે તેમણે કબ્જો કર્યો ત્યારે સ્થાપિત કરી હતી. ભારત અને ચીન વચ્ચે LAC સાથે અનેક મુદ્દાઓ પર ચાલી રહેલી બાબતને સમાપ્ત કરવાના સૈનિકો પરત ખેંચવાના કરાર મુજબ આ થઈ રહ્યું છે.
કરાર મુજબ બંને દેશો પોતપોતાની પોસ્ટ પર પરત ફરી જશે
કરારમાં કહેવામાં આવી રહ્યું છે કે, ચીની સૈનિક ફિંગપ 8 પર પરત જતાં રહેશે અને ભારતીય સેના પૈંગોંગ તળાવના તટ પર ફિંગર 2 અને 3 વચ્ચે ધન સિંહ થાપા પોસ્ટ પર પરત આવી જશે. આ ઉપરાંત પરંપરાગત વિસ્તારોમાં પેટ્રોલિંગ સહિત સૈન્ય પ્રવૃત્તિઓ પર અસ્થાયી પ્રતિબંધ રહેશે.