ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વર્ષ 2020માં ભારત સામે ચીનનો પડકાર - Past and present government in India

આ વર્ષે આ દેશની બાહ્ય વ્યસ્તતાની દ્રષ્ટિએ ભારત-ચીન સંબંધો મોખરે રહ્યા હતા. એમાં કોઈ શંકા નથી કે તેનું કારણ એ જ છે કે, લદાખમાં LAC સાથે કેટલાંક વિસ્તારોમાં યથાવત સ્થિતિમાં ફેરફાર કરવાની ચીનની અવળચંડાઈ. નહીંતર, લોકોનું ધ્યાન ખેંચવાનું કામ હંમેશાં ભારત-પાકિસ્તાન સંબંધો કરે છે, નહીં કે દેશની મુખ્ય વિદેશ નીતિ અને સુરક્ષા માટે પડકાર રહેલું ચીન.

ભારત સામે ચીનનો પડકાર
ભારત સામે ચીનનો પડકાર

By

Published : Dec 30, 2020, 5:35 PM IST

2020માં ભારત સામે ચીનનો પડકાર

આ વર્ષે આ દેશની બાહ્ય વ્યસ્તતાની દ્રષ્ટિએ ભારત-ચીન સંબંધો મોખરે રહ્યા હતા. એમાં કોઈ શંકા નથી કે તેનું કારણ એ જ છે કે, લદાખમાં LAC સાથે કેટલાંક વિસ્તારોમાં યથાવત સ્થિતિમાં ફેરફાર કરવાની ચીનની અવળચંડાઈ. નહીંતર, લોકોનું ધ્યાન ખેંચવાનું કામ હંમેશાં ભારત-પાકિસ્તાન સંબંધો કરે છે, નહીં કે દેશની મુખ્ય વિદેશ નીતિ અને સુરક્ષા માટે પડકાર રહેલું ચીન.

ભૂતકાળ અને વર્તમાનની તમામ સરકારો અને ભારતનો રણનીતિ વિશેષજ્ઞ સમુદાય જાણે છે કે પાકિસ્તાન કરતાં દેશના લાંબા ગાળાના હિતો માટે પાકિસ્તાન કરતાં ચીનનું વધુ મહત્ત્વ છે પરંતુ પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો લાંબા અને કડવા ઇતિહાસમાં જડિત છે અને તે સરળતાથી ભાવનાઓને ઉત્તેજિત કરે છે, અને તેથી જ તે ચીનથી વિપરીત સતત લોકોના ધ્યાનમાં રહે છે.

તેના પર ભાર મૂકવાની જરૂર છે કે પાકિસ્તાન દ્વારા ભારત પ્રત્યેની તણાવભરી દુશ્મનાવટ અને આ દેશ વિરુદ્ધ તેની આતંકવાદની ચાલને ઓછું મહત્ત્વ આપી શકાય તેમ નથી, તેમજ તેને નજરઅંદાજ પણ કરી શકાય તેમ નથી. ભારતે અનેક નાગરિકો ગુમાવવા અને આર્થિક ખર્ચની રીતે ભારે કિંમત ચૂકવી છે તેમાં ના નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ભારતની પ્રગતિને અસરકારક રીતે નિષ્ફળ બનાવવાના સંસાધનો નથી અને ક્યારેય હશે પણ નહીં.


છેલ્લા ચાર દાયકામાં ચીનની આશ્ચર્યજનક વૃદ્ધિથી ભારતની સરખામણીએ તેની ક્ષમતા અને સંસાધનોમાં ભારે લાભ થયો છે. તે ભારતની ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિતિને નબળી બનાવવા અને તેની પ્રગતિને રોકી રાખવા માટે આનો ઉપયોગ કરવા તૈયાર છે. આ વર્ષે એલએસી પર તેની આક્રમક મુદ્રા અને પગલાંઓ અંશત: આ ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવ્યાં હતાં.


સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 15મી સપ્ટેમ્બરે લોકસભામાં ભાષણ આપ્યું હતું, જેમાં ચીનનાં પગલાંઓની વાત હતી. જોકે, તેમાં એ સ્પષ્ટ થયું નથી કે આ વર્ષે ચીની સૈન્ય આવ્યું તે પહેલાં શું ચીની સૈન્ય ત્યાં શારીરિક રીતે હાજર હતું જ્યાં તે પહેલાં ન હતું કેમ કે રાજનાથસિંહની વિવિધ ચીની પગલાંઓ વિશે ગણતરીઓ જુદીજુદી હતી અને ભારતીય સૈન્યના પ્રતિભાવો અસ્પષ્ટ હતા. રાજનાથસિંહે નોંધ્યું હતું કે, એપ્રિલમાં ભારત દ્વારા ચીની બાજુએ સૈન્યની રચના અને ‘શસ્ત્રો’ જોવામાં આવ્યાં હતાં.

મે મહિનામાં, ચીનીઓએ ગલવાન ખીણ વિસ્તારમાં આપણા સૈનિકોની ‘સામાન્ય, પરંપરાગત પેટ્રૉલિંગ પેટર્ન’માં અવરોધ કર્યો. આગળ, ‘મેના મધ્યમાં’, ચીનીઓએ એલએસીનું ઉલ્લંઘન કરવાના ઘણા પ્રયત્નો કર્યા, જેમાં ‘કોંગ્કા લા, ગોગરા અને પેંગોંગ તળાવના ઉત્તર કાંઠા’ સમાવિષ્ટ છે. રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણા સૈન્યએ ‘યોગ્ય’ પ્રતિસાદ આપ્યો છે, પરંતુ ‘યોગ્ય’ એટલે ચોક્કસ શું તેનો અર્થ સ્પષ્ટ થયો નથી. તેમણે એમ કહ્યું હતું કે 6 જૂને ચીની લોકોએ લશ્કરી કમાન્ડરો વચ્ચેની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું અને તેનાથી ‘ગલવાન’માં 15 જૂને હિંસક અથડામણ થઈ હતી.


‘આપણા બહાદુર સૈનિકોએ પોતાનો જીવ આપ્યો હતો અને ચીની બાજુએ જાનહાનિ સહિતનું નુકસાન પણ કર્યું હતું’. ચાલુ ચર્ચાઓ છતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ચીનીઓએ ‘ફરી એક વાર 29 ઓગસ્ટ અને 30 ઑગસ્ટની રાત્રે પેંગોંગ તળાવના દક્ષિણ કાંઠા વિસ્તારમાં યથાવત્ સ્થિતિ બદલવાના પ્રયાસમાં ઉશ્કેરણીજનક સૈન્ય કાર્યવાહી કરી હતી.’ રાજનાથસિંહે કહ્યું કે, 'પરંતુ ફરી એક વાર, એલએસી પર આપણાં સશસ્ત્ર દળો દ્વારા સમયસર અને કડક કાર્યવાહીથી આવા પ્રયાસોને સફળ થતાં અટકાવવામાં આવ્યા છે.'

પરિસ્થિતિનો સારાંશ આપતાં તેમણે લોકસભાને માહિતી આપી, ‘અત્યારની સ્થિતિએ ચીની બાજુએ એલએસી તેમજ ઊંડાઈવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો અને શસ્ત્રો એકત્રિત કર્યાં છે. પૂર્વી લદ્દાખમાં ઘણા ઘર્ષણ વિસ્તારો છે, જેમાં ગોગરા, કોંગ્કા લા અને પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠાઓનો સમાવેશ થાય છે. ચીની કાર્યવાહીના જવાબમાં રાજનાથસિંહે કહ્યું કે, ‘આપણાં સશસ્ત્ર દળોએ પણ આપણા હિતોને બચાવવા માટે આ ક્ષેત્રોમાં સામે જવાનો મૂકી દીધા છે’. રાજનાથસિંહે ‘સંવેદનશીલ ઑપરેશનલ મુદ્દાઓ’ને કારણે વધુ વિગતોમાં જવા સક્ષમ ન હોવાની બાબત સમજવા લોકસભાને અનુરોધ કર્યો.

સંસદમાં તેઓ બોલ્યા ત્યારથી જ બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલુ છે પરંતુ જમીનની પરિસ્થિતિ અંગે કે ચીનીઓ શું દરખાસ્ત કરે છે તેના વિશે તાજેતરનું કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ મીડિયા અહેવાલો એવા નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે તેઓ (ચીનીઓ) ૧૯૯૦ના દાયકાઓની સમજૂતીઓનું શબ્દશ: પાલન પાલન કરવામાં અચકાય છે. આ સમજૂતીઓ એલએસી પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી હતી.


સરકાર લાંબી વાટાઘાટો કરવા ઈચ્છુક હોય તેમ લાગે છે. તેણે અગાઉની એલએસી પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેને ઉકેલવામાં વર્ષો લાગ્યાં હતાં. જોકે તેનાથી કોઈ દિલાસો મળતો નથી.


એલએસી પરિસ્થિતિનું મહત્ત્વનું પાસું ભારતના આંતરિક રાજકારણની કમનસીબ ઘૂસણખોરી છે. હકીકતે તેમાં શુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિનો મુદ્દો જ હોવો જોઈએ.

મોદી સરકાર એ બતાવવા માટે કટિબદ્ધ છે કે અગાઉની કૉંગ્રેસની સરકારોથી વિપરીત, તેણે ભારતના પ્રદેશોની સંપૂર્ણ સુરક્ષા કરી છે. બીજી તરફ, કૉંગ્રેસ આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષા પર મોદી સરકારને નબળી બતાવવાની તક જુએ છે.

બંને પક્ષો દ્વારા આ મુદ્દાને રાજકીય રંગ આપીને સામસામે બદલો લેવો તે નિરર્થક અને રાષ્ટ્રીય હિત માટે નુકસાનકારક છે. દેશનાં હિતો માટે ખૂબ જ ગંભીર પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ રાજકીય વર્ગ એકતા દાખવે તે આવશ્યક છે. તેમ કરવાથી આ ક્ષેત્રમાં અને તેની બહાર યોગ્ય સંકેતો મોકલશે.

ચીનનાં પગલાંઓ અગાઉની નીતિ જે શાંતિપૂર્ણ એલએસી પર નિર્ભર હતી તેને હવે જરીપુરાણી બનાવી દીધી છે. હવે એક નવી ચીન નીતિની જરૂર છે જે ચીન પર આયાત પરાધીનતા ઘટાડે.

આત્મનિર્ભર ભારત પર વડા પ્રધાન મોદીનો ભાર સમયસરનો છે અને વ્યૂહાત્મક આવશ્યકતા પણ. નવી નીતિમાં ભારતના કેટલાક વિદેશી સંબંધો પર ધ્યાન આપવું પડશે- ભારત-પ્રશાંતમાં, નજીકના પડોશમાં અને મોટી શક્તિઓ સાથે - ઓછામાં ઓછું અંશત: ચીની પડકારના પ્રિઝમ દ્વારા જોવું પડશે.

આ વર્ષે આ દિશામાં કેટલાંક ઉપયોગી પગલાં લેવામાં આવ્યાં હતાં, જેમાં ‘ક્વાડ’ સાથે ભારતની સંલગ્નતાનો સમાવેશ થાય છે, પરંતુ પડોશમાં ચીનની ઘૂસણખોરી ભારતીય હિતોને વિપરીત અસર ન કરે તેની ખાતરી કરવા માટે નવીન પદ્ધતિઓ રચવાની રહેશે.

ચીની આક્રમકતાને અટકાવવાની આવશ્યકતા અંગે ભારતીય અને અમેરિકી હિતો એકરૂપ છે તે સ્પષ્ટ છે, પરંતુ ભાવિ બાઇડેન વહીવટીતંત્ર ચીન સામે કઈ દિશા અપનાવશે તે ચોક્કસ દિશા વિશે અનિશ્ચિતતા છે.

ચીન શું ફાયદો મેળવવા આશા રાખી રહ્યું છે?

માત્ર વ્યૂહાત્મક લશ્કરી સગવડ નહીં, પણ મોટા વ્યૂહાત્મક કારણોસર ચીનમાં ઉચ્ચતમ સ્તર પર લેવામાં આવેલ નિર્ણય. જો હું મારી જાતને ચીની જૂતામાં મૂકું, તો હું અનુમાન લગાવીશ કે લદાખમાં આ વસંત અને ઉનાળામાં તેણે જે કર્યું તેના સંભવિત વ્યૂહાત્મક ફાયદા નીચે મુજબ છે:

તે ભૂતાન, નેપાળ અને અન્યને બતાવવા માગે છે કે ભારત ચીન સામે પોતાનો બચાવ કરી શકતું નથી, અને તેથી તેઓ વિશ્વાસ કરી શકે તેવું શક્તિશાળી નથી, અને આમ તેનાથી ભૂતાન, નેપાળ અને અન્ય દેશો સહિત ઉપખંડમાં ચીનની વધુ ઘૂસણખોરીના દ્વાર આ કુચેષ્ટાથી ખુલશે.

તે હિન્દ મહાસાગર અને તેનાથી આગળ ભારતની દરિયાઇ ભૂમિકાને સીમિત કરવા માગે છે. ભારતે હવે પોતાના સંરક્ષણ બજેટ અને ભારતીય સેના અને તેના સીમા પરના લડવૈયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જ્યારે ભારતે જ આરસીઈપીમાંથી બહાર નીકળીને પોતાનો આર્થિક પગ દૂર કર્યો છે ત્યારે ‘લુક ઇસ્ટ નીતિ’ના લશ્કરી આધારને દૂર કરવામાં આવશે.

તે એશિયામાં સત્તાના સંતુલનમાંથી એક એશિયાઈ હરીફને ઓછું કરવાની ગણતરી ધરાવે છે, અને જાપાન, વિયેતનામ વગેરે જેવા અન્ય એશિયન હરીફો પ્રત્યે ભારતનું આકર્ષણ ઘટાડવા માગે છે.

આના પરિણામે જો ભારત યુ.એસ. તરફ વળે, તો તે ચીન-રશિયાના સંબંધોને મજબૂત બનાવશે અને લાંબા સમયથી ચાલતી અને વ્યૂહાત્મક એવી ભારત-રશિયાની ભાગીદારીને ખૂબ નબળી કરશે.

ઉપસંહાર

ચીનના મુદ્દે મોદી સરકારે બાયડેન વહીવટીતંત્ર સાથે પ્રામાણિક રીતે વાતચીત કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. જોકે, આખરે તો ચીનના ખતરાને પહોંચી વળવા ભારતે પોતાની ક્ષમતા પર જ આધાર રાખવો પડશે.

હિમાલયની બીજી બાજુ, ભારત યુ.એસ.ની નજીક જવાનું સાહજિક હોઈ શકે, કેમ કે અમેરિકા વ્યૂહાત્મક સહયોગની દૃષ્ટિએ ઘણું બધું આપી શકે તેમ છે.

જોકે, ચીન જેને પ્રતિકૂળ સમજે છે તેવા દેશો અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન સાથે તેની વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી વધારવામાં કાળજીપૂર્વક આગળ વધવું જોઈએ. ચીન આ પગલાંને સંકલિત ગુંડાગીરી તરીકે જોશે અને તેની સામે વધુ ઉગ્રતાથી તેની સામે ફટકારશે.

ત્રીજા ખેલાડી તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સે ચીન અને ભારત વચ્ચે સંતુલિત રેખા પર ચાલવું પડશે.

એક તરફ, સરહદ સંઘર્ષ યુ.એસ.ને ભારતની નજીક આવવાની અને વ્યૂહાત્મક સહયોગ વધારવાની તક પૂરી પાડે છે.

તેમ છતાં, અમેરિકાએ તેના હાથને વધારે પડતો છૂટો ન મૂકવો જોઈએ. ભારત સાથે વ્યૂહાત્મક જોડાણ વધારવું એ ચીનની ભારત નબળું હોવાની ભાવનાને વેગ આપી શકે છે અને ચીન તરફથી વધુ આક્રમકતાને આમંત્રણ આપી શકે છે.


સ્રોત: મીડિયા અહેવાલ

ABOUT THE AUTHOR

...view details