નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં કથિત રીતે ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (People's Liberation Army) દ્વારા એક 17 વર્ષીય ભારતીય યુવકને બંદી બનાવી લેવામાં આવ્યો છે. અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદ તાપીર ગાઓએ (Arunachal Pradesh MP Tapir Gao) આ દાવો કર્યો છે. સાંસદ તાપીર ગાઓએ કહ્યું કે, 17 વર્ષીય મીરામ તરનને PLA (ચીની સેના) દ્વારા મંગળવારે ભારતીય વિસ્તારમાંથી કેદી લેવામાં આવ્યો હતો. ગાઓએ જણાવ્યું છે કે, જીડો ગામના રહેવાસી 17 વર્ષીય મીરામ તારોનનું ચીની સૈનિકોએ અપહરણ કરીને તેને બંદી બનાવી લીધો હતી. આ ઘટના 18 જાન્યુઆરી 2022ની જણાવવામાં આવી રહી છે. હવે સાંસદે આ મામલે કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી છે.
સિયુંગલા વિસ્તારમાં ભારતીય સરહદની અંદરથી ચીની સૈનિકો યુવકને લઈ ગયા
આ ઘટના વિશે માહિતી આપતાં સાંસદે કહ્યું કે, 18 જાન્યુઆરીના રોજ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં સિયુંગલા વિસ્તારમાં ભારતીય સરહદની અંદરથી ચીની સૈનિકો (chinese army kidnapped indian youth) યુવકને લઈ ગયા હતા. સાંસદના જણાવ્યા અનુસાર યુવકનો મિત્ર PLAની ચુંગાલમાંથી છટકી ગયો હતો અને તેણે અધિકારીઓને જાણ કરી હતી. તાપીર ગાઓએ ભારત સરકારની તમામ એજન્સીઓને યુવકની વહેલી મુક્તિ માટે પગલાં ભરવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, લુંગ્ટા જોર એ જ ભારતીય વિસ્તાર છે, જ્યાં ચીને 2018માં ભારતની અંદર 3-4 કિમીનો રોડ બનાવ્યો હતો. ચીની સૈનિકો દ્વારા અપહરણ કરાયેલો યુવક અને તેના મિત્ર બન્ને સ્થાનિક શિકારીઓ અને જીડો ગામના રહેવાસી છે.
સપ્ટેમ્બર 2020માં પણ PLAએ પાંચ યુવાનોનું અપહરણ કર્યું હતું