- ભારત માટે ફરી એક વાર ચિંતાજનક સમાચાર આવ્યા છે
- ચીને તિબેટ સ્વાયત્ત પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશની વચ્ચે એક મોટું ગામ વસાવ્યું
- અમેરિકી સંરક્ષણ વિભાગે એક રિપોર્ટમાં કર્યો દાવો
નવી દિલ્હીઃ ચીને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (Tibet Autonomous Region) અને અરૂણાચલ પ્રદેશની (Arunachal Pradesh) વચ્ચે વિવાદિત ક્ષેત્રની અંદર (Village within the disputed area) એક મોટું 100 ઘરોના નાગરિકોનું ગામ વસાવ્યું છે. અમેરિકી સંરક્ષણ વિભાગે (US Department of Defense) ચીન સાથે જોડાયેલી સૈન્ય અને સુરક્ષા વિકાસ પર કોંગ્રેસમાં રજૂ કરેલો પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
આ પણ વાંચો-ભારત-ચીન સરહદી વિવાદ: પિનાકા ડ્રેગનને આપશે જવાબ, ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું નામ
ચીની મીડિયાએ LACની પાસે ભારતના પાયાના ઢાંચાના વિકાસને અસર કરવાનો પ્રયાસ કર્યો હતો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (PRC) રાષ્ટ્ર-નિયંત્રિત મીડિયાએ તે દરમિયાન બેઈજિંગના દાવાઓને જોરશોરથી ઉઠાવ્યો હતો અને ભારતના દાવાનો અસ્વીકાર કરવાનું ચાલુ રાખ્યું હતું. એ પણ કહેવામાં આવ્યું છે કે, ચીની મીડિયાએ LACની પાસે ભારતના પાયાના ઢાંચાના વિકાસને અસર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કામ માટે ચીની મીડિયા (China Media) તણાવ વધારવાનો આરોપ ભારત પર લગાવી રહ્યું છે. ચીને પોતાના દાવાવાળી જમીનથી સેનાને પાછળ હટાવવાથી પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેમણે શરત રાખી હતી કે, તેઓ ત્યાં સુધી સેનાને પાછળ નહીં હટાવે, જ્યાં સુધી તેમના દાવાવાળી જમીનથી ભારતીય સેના પાછળ નહીં હટી જાય અને તે ક્ષેત્રમાં પાયાના ઢાંચામાં સુધારના કામને રોકવામાં નહીં આવે.