ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેજરીવાલનું એલાન, હજારો બાળકો વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે - Azadi Ka Amrit Mahotsav

દેશ આઝાદીના 75માં વર્ષની (Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરી રહ્યો છે. દરેક ભારતીય દેશભક્તિના રંગમાં તરબોળ છે. તારીખ 4 ઓગસ્ટે દિલ્હીમાં (World's Biggest Tricolor Delhi) હજારો બાળકો એકઠા થશે. તે વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે મોટી જાહેરાત કરી દીધી છે.

કેજરીવાલનું એલાન, હજારો બાળકો વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે
કેજરીવાલનું એલાન, હજારો બાળકો વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો બનાવશે

By

Published : Jul 28, 2022, 7:37 PM IST

નવી દિલ્હી: દેશનું સ્વતંત્રતાપર્વ નજીક આવી રહ્યું છે. જેને લઈને દિલ્હીમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રના આ પ્રસંગ પૂર્વે દિલ્હીના મુખ્યમંત્રીએ (Azadi Ka Amrit Mahotsav) પણ મોટી જાહેરાત કરી છે. દિલ્હીના (Delhi CM Arvind Kejriwal) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તારીખ 4 ઓગસ્ટે હજારો બાળકો દિલ્હીમાં એકઠા થશે. તે વિશ્વનો સૌથી મોટો ત્રિરંગો (World's Biggest Tricolor Delhi) બનાવશે. તેમણે કહ્યું કે તે દિવસે અમે પ્રતિજ્ઞા લઈશું કે હવે ભારત નહીં અટકે, નહીં અટકે. 130 કરોડ ભારતીયો મળીને ભારતને વિશ્વનો નંબર વન દેશ બનાવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ એક ચીટર જેણે અમેરિકાની નોકરીના આધારે 8 લોકો સાથે લગ્ન કર્યા

શક્તિશાળી રાષ્ટ્રઃ આ 75 વર્ષોમાં ઘણા દેશો આપણાથી આગળ નીકળી ગયા પરંતુ આપણે પાછળ રહી ગયા. પણ આપણે કોઈથી ઓછા નથી. ભગવાને બધું જ આપ્યું છે. નદીઓ, પર્વતો, ખનિજો, વનસ્પતિઓ, પાકો, સમુદ્રો વગેરે. ભારતના લોકો વિશ્વના સૌથી બુદ્ધિશાળી લોકો છે. પણ પછી આપણે કેમ પાછળ રહી ગયા? જો નેતાઓ અને આ પાર્ટીઓના ભરોસે દેશ છોડશો તો દેશ આગામી 75 વર્ષ પણ પાછળ રહી જશે. હવે દેશના 130 કરોડ નાગરિકોએ જવાબદારી લેવી પડશે કે આપણે ભારતના 130 કરોડ લોકો એક થઈને ભારતને વિશ્વનું શ્રેષ્ઠ અને સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવીશું.

રેકોર્ડ બની શકેઃઆ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક લોકો પૂછે છે કે શું ભારત નેતૃત્વ કરી શકે છે. પરંતુ આ માટે ભારતના 130 કરોડ લોકોએ સાથે આવવું પડશે. વેપારીઓ, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, નોકરીયાત વ્યાવસાયિકો, એન્જિનિયરો, વકીલો બધાએ સાથે આવવું પડશે. 75 વર્ષ પહેલા જ્યારે આખો દેશ એક થયો હતો ત્યારે અંગ્રેજોને ભગાડવામાં આવ્યા હતા. હવે અમે ફરી એકવાર ભારતને વિશ્વનું શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે સાથે આવીશું. દુનિયાના સૌથી મોટા તિરંગા બનાવવાના કાર્યક્રમનું આયોજન દિલ્હી સરકારે કર્યું છે. આ કાર્યક્રમમાં એક રેકોર્ડ બની શકે એમ છે.

આ પણ વાંચોઃ કારેલીબાગમાં વ્હીકલ પુલની સ્થાયી સમિતિ અધ્યક્ષે લીઘી ઓચિંતી મુલાકાત, તેની કામગીરી અંગે કરી સમીક્ષા

જુદી જુદી સ્કૂલ જોડાશેઃઆ કાર્યક્રમમાં દિલ્હીની જુદી જુદી સ્કૂલ જોડાશે. તારીખ 12 માર્ચ 2021ના રોજ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી. જે વર્ષ 2023માં પૂર્ણ થશે. કેજરીવાલે કહ્યું કે, રાષ્ટ્રને એક ઊંચાઈએ લઈ જવા માટે દરેક દેશવાસીએ સાથે આવવું પડશે. સાથે રહેવું પડશે. તમામ ક્ષેત્રના લોકોએ આ વિષય પર આગળ આવવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details