દુર્ગ(છત્તીસગઢ): સીએમ ભૂપેશ બઘેલ દુર્ગ જિલ્લાના કુમ્હારીના જજનગીરી ગામ પહોંચ્યા હતા. (CM Baghel got whipped for state prosperity)સીએમએ અહીં ગૌરા ગૌરી પૂજામાં હાજરી આપી હતી. રાજ્યની સમૃદ્ધિ માટે, સીએમએ સોટા (કોરડા) મારવાની પરંપરાનું પાલન કર્યું હતુ. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વૃદ્ધ ભરોસા ઠાકુર દર વર્ષે આ પ્રક્રિયા કરતા હતા પરંતુ તેમના મૃત્યુ બાદ આ પરંપરા તેમના પુત્ર બિરેન્દ્ર ઠાકુરે અનુસરી હતી.
બઘેલે છત્તીસગઢની સમૃદ્ધિ માટે ચાબુકનો માર ખાધો - CM Baghel got whipped for state prosperity
દર વર્ષની જેમ આ વર્ષે પણ સીએમ ભૂપેશ બઘેલે દિવાળીના બીજા દિવસે દુર્ગ જિલ્લામાં આયોજિત ગૌર ગૌરી પૂજામાં હાજરી આપી હતી(CM Baghel got whipped for state prosperity) અને સોટા (કોરડા) મારવાની પરંપરાનું પાલન કર્યું હતું. સીએમ બઘેલને આ વખતે 5 વાર કોરડા મારવામાં આવ્યા હતા.
દિવાળીની શુભેચ્છા:વી માન્યતા છે કે ગૌર ગૌરી પૂજાના અવસર પર સોટા વડે મારવાથી દુષ્ટતા દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે. રાજ્યની સમૃદ્ધિ માટે મુખ્યમંત્રી દર વર્ષે આ લોક અનુષ્ઠાનમાં ભાગ લે છે. જજનગીરી પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતુ કે, "રોશનીનો તહેવાર આ રીતે તમારા લોકોના જીવનને પ્રકાશિત કરતો રહે."
આદિવાસીઓના મળે છે આશીર્વાદ: આ પ્રસંગે સીએમએ જણાવ્યું હતું કે,"લક્ષ્મી પૂજનની રાત્રે ગૌરા ગૌરીની સ્થાપના કરવામાં આવે છે. આદિવાસી સમાજ શહેરમાં આવે છે અને ચોકમાં તેની સ્થાપના કરે છે. આખા ગામમાંથી લોકો પ્રાર્થના કર્યા પછી નારિયેળ ચઢાવે છે. પરંપરાગત નૃત્ય સંગીત પણ રજૂ કરવામાં આવે છે. ત્યારપછી તેઓ વિસર્જન કરે છે. આ આદિવાસીઓની પરંપરા છે. હું દર વર્ષે આવું છું તે મારું સૌભાગ્ય છે. તેના દ્વારા મને આશીર્વાદ મળે છે."