ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 29 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ

Horoscope for the Day 29 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
Horoscope for the Day 29 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

By

Published : Mar 29, 2022, 2:26 AM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

દિવસની શરૂઆતમાં આપને માનસિક દ્વિધા જેવું લાગશે પરંતુ ટૂંક સમયમાં જ આ સ્થિતિ દૂર થતા મહત્વના નિર્ણયો અને ચર્ચામાં ભાગ લઈ શકશો. આપે જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું તેવી સલાહ છે. આપ મધુરવાણીથી કોઇકને મનાવી શકશો. નવા કામનો પ્રારંભ શક્ય હોય તો ટાળવો અથવા સાવધાની રાખવી. બપોર પછી આપના ઉત્‍સાહમાં અચાનક વધારો થતાં જણાશે અને મન પ્રફુલ્લિત બને. પરિવારજનો સાથેની સંવાદિતા વધે. પ્રવાસની શક્યતા વધે. નાણાકીય બાબતોનું આયોજન કરી શકો.

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયક રહેશે. દિવસની શરૂઆતમાં શારીરિક અને માનસિક રીતે ચુસ્‍તી અને સ્‍ફૂર્તિ લાગે. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિઓમાં વધારો થશે. ઉત્‍સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. પરંતુ મધ્‍યાહન બાદ આપનું માનસિક વલણ થોડું દ્વ‍િધાયુક્ત બનશે. તેથી વિચાર વંટોળમાં ખોવાયેલા રહેશો. અગત્‍યના નિર્ણયો આ સમયે ન લેવાની સલાહ આપવામાં આવે છે.

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

આપનો વર્તમાન સમય મિશ્ર ફળદાયી રહેશે. આજે આપ ચિંતા અને અતિશય વિચારોથી દૂર રહેશો તો ઉત્તમ સ્વાસ્થ્ય માણી શકશો. કુટુંબમાં મહત્વના મુદ્દે ચર્ચા થતી હોય ત્યારે પોતાની જ વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડવાની સલાહ છે. પરંતુ બપોર પછી આપ તમામ કાર્યોમાં અનુકૂળતા અનુભવશો. પરિણામે કામ કરવામાં ઉત્‍સાહ અનુભવાય. કુટુંબનો માહોલ પણ સુધશે. આર્થિક લાભની શક્યતાઓ છે.

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

વેપારધંધામાં વૃદ્ધિ અને આર્થિક લાભ થવાનો યોગ છે. સુંદર રમણીય સ્‍થળે પર્યટનનું આયોજન થાય. દાંપત્‍યજીવનની શ્રેષ્‍ઠ પળો આપ માણી શકશો. પરંતુ મધ્‍યાહન બાદ આપનું શારીરિક અને માનસિક રીતો થોડી સુસ્તિ અથવા આળસ આવી શકે છે. પરિવારના સભ્‍યો સાથે કોઇ કારણસર મતભેદ થાય તો શક્ય હોય એટલી સમાધાનકારી નીતિ અપનાવીને વાત ઉકેલવાનો પ્રયાસ કરવો. અચાનક કોઇ કારણસર ખર્ચની શક્યતા વધશે માટે આર્થિક બાબતે પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. કામકાજમાં અને રસ્તા પર ધીરજ રાખશો તો આકસ્મિક ઈજાથી બચી શકશો.

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધુરાં કાર્યો પૂરાં થાય. મિત્રો, સગાંસ્‍નેહીઓ પાસેથી ભેટ ઉપહાર મળે. જેથી આનંદ થાય. વેપાર ક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણથી લાભ થાય. કુટુંબ અને મિત્રો સાથે આનંદ માણશો. આવકમાં વૃદ્ધિના યોગ છે. નાનકડી પણ આનંદદાયક મુસાફરી થાય. જીવનસાથી સાથે સુખ સંતોષની લાગણી અનુભવશો.

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

વેપારીઓ તેમના વ્‍યવસાયમાં નાણાકીય લાભ મેળવી શકશે. લાંબા અંતરની મુસાફરીનો યોગ છે. સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં સંભાળવું. દૂર વસતા સ્‍નેહીઓના સમાચાર મળે. મધ્‍યાહન પછી ઓફિસમાં ઉપરી અધિકારીઓન સાથ સહકાર મળે. સરકારી લાભ માટે ગૃહસ્‍થજીવનમાં સુખ અને સંતોષની લાગણી અનુભવશો. નોકરીયાતોને પદોન્‍નતિથી લાભ થાય. માન- સન્‍માનથી મન પ્રસનન રહે.

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

વધુ પડતા કામના બોજથી તમે માનસિક બેચેની અનુભવો તેવી સંભાવના હોવાથી ગજા બહારનું કામ લેવું નહીં તેમજ કામની વહેંચણી કરવાનું પણ શીખવું પડશે. નિર્ધારિત સમયમાં આપનું કાર્ય પૂરું કરવા માટે જરૂર જણાય ત્યાં બીજાની મદદ લેવી. પાચનમાં હળવો હોય તેવો ખોરાક લેવો. પ્રવાસમાં વિઘ્નોથી બચવા માટે પૂર્વાયોજન કરવાની સલાહ છે. મધ્‍યાહન પછી દૂર વસતા સગાં સ્‍નેહીઓના સમાચાર મળવાથી આપને આનંદ વિભોર કરશે. નવા કાર્યની શરૂઆત કરવાનો ઉત્‍સાહ આવે. પરદેશગમન માટેના સંજોગો ઉભા થાય. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

આજે સવારના ભાગમાં આપની શારીરિક માનસિક પ્રફુલ્લિતતા જળવાયેલી રહેશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. દાંપત્‍યજીવનમાં સુમેળ રહે. મધ્‍યાહન બાદ આપને અચાનક શારીરિક- માનસિક બેચેની વર્તાય તેવી સંભાવના હોવાથી આ સમયમાં કામમાંથી વિરામ લઈને આપ્તજનો અથવા પ્રિયજનો સાથે સમય વિતાવી શકો છો. ખાનપાનમાં ધ્‍યાન રાખવું. આપનું કાર્ય પરિપૂર્ણ કરવામાં થોડી પ્રતિક્ષા કરવી પડશે. આધ્યાત્મિક અને ઇશ્વરભક્તિ આ સમયે રાહત આપશે.

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આજનો દિવસ આનંદ ઉત્‍સાહથી વ્‍યતિત કરશો. આજે આપના કાર્યો યોજનાબદ્ધ રીતે પાર પડશે. અટવાઇ ગયેલા કાર્યો પૂર્ણતા પામે. નાણાકીય લાભની શક્યતા છે. આપના ગૃહસ્‍થજીવન અને દાંપત્‍યજીવનમાં મધુરતા છવાયેલી રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે. નાના પ્રવાસનું આયોજન કરી શકો. વેપારીઓને વેપારવૃદ્ધિ થાય. વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે.

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

મહેનતના પ્રમાણમાં અપેક્ષિત પરિણામ ના મળે તો પણ તમે અત્યારે નિરાશ થયા વગર પ્રયાસ ચાલુ રાખજો કારણ કે તમારી મહેનતનું ફળ આગામી સમયમાં ચોક્કસ મળી શકે છે. આપ સંન્નિષ્‍ઠતાપૂર્વક આપનું કામ કરશો. અન્‍ય વ્‍યક્તિઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તબિયત સાચવવા બહારનું ન ખાવું. બપોર પછી ખોરંભે ચડેલા કાર્યો પૂરા થાય, માંદા માણસોને આરોગ્‍યમાં સુધારો થતો લાગે. આર્થિક લાભની સંભાવના છે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. સહકાર્યકરો સહકાર આપશે.

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. સરકારથી તેમજ પિતાથી લાભ થાય. આપનું મનોબળ મક્કમ રહે. કાર્યોમાં સફળતા મળે. વાદવિવાદમાં સફળતા મળે. સ્‍ત્રીવર્ગ પાછળ ધનખર્ચ થાય. પાચનતંત્રમાં તકલીફ થવાની શક્યતા છે. તેથી બહારનું ખાવાનું ટાળવું. વાંચન લેખનમાં આપની અભિરૂચિ વધશે. નાણાંનું વ્‍યવસ્થિત આયોજન કરી શકશો.

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

આજે આપ કલ્‍પનાના જગતાં વિહાર કરશો. આપની સર્જનશક્તિને યોગ્‍ય દિશા મળશે. આપનું મન લાગણીથી આર્દ્ર બનશે. પરિવાર, મિત્રો સાથે સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું થાય. રોજિંદા કાર્યો ભરપૂર આત્‍મવિશ્વાસ અને મક્કમ મનથી પાર પાડશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સંતાનો માટે સમય સારો હોવાનું જણાઈ રહ્યું છે. પિતૃપક્ષ તરફથી લાભ થાય.

ABOUT THE AUTHOR

...view details