ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 5 NOVEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 5 NOVEMBER
Horoscope for the Day 5 NOVEMBER

By

Published : Nov 5, 2021, 4:00 AM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. સુખમય દાંપત્‍યજીવનની સાથે સાથે બહાર હરવાફરવાનો અને ભાવતાં ભોજન મળવાનો યોગ છે. આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્‍તુ પરત મળવાની સંભાવના છે. પ્રિયજન સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. પ્રવાસ, આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે.

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ આનંદથી પસાર થશે. આજે આપ શરીર અને મનથી સ્‍વસ્‍થ રહેશો. આપના કાર્યો નિઘાર્રિત રીતે આયોજન અનુસાર પૂરા થાય. આર્થિક લાભની સંભાવના છે. ખોરંભે ચઢી ગયેલાં કાર્યો પૂર્ણ થશે. મોસાળ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે અને તેના તરફથી કોઇ લાભ થાય. બીમાર વ્‍યક્તિને માંદગીમાં સુધારો જણાય. સહકાર્યકરોથી લાભ થાય.

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપ આજના દિવસે તન મનની સ્‍વસ્‍થતા જાળવવા માટે કામ અને આરામ, પરિવાર અને જાહેરજીવન વચ્ચે સંતુલન રાખતા શીખવું પડશે. આજે નવા કાર્યોની શરૂઆત કરવા માટે યોજના ઘડાય પરંતુ નવી શરૂઆત કરવામાં થોડા વિલંબ કે અવરોધો પછી સફળતા મળી શકે છે. આજે તમે પ્રતિષ્ઠાને અનુલક્ષીને વધુ ધ્યાન આપો તેવી શક્યતા છે. સંતાનોને લગતાં કાર્યો કે ખર્ચ કરવો પડે. શરીરમાં અપચન, અજીર્ણ જેવી બીમારીઓ સતાવે. વિદ્યાર્થીઓ એકંદરે સારો દિવસ છે. યાત્રા- પ્રવાસ માટે સમય અનુકૂળ નથી.

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે થોડી શારીરિક માનસિક અસ્‍વસ્‍થતા અનુભવાય. ખાસ કરીને છાતીમાં દર્દ કે કોઇ વિકારથી તકલીફો હોય તેમણે વધુ સાવધાની રાખવી. પરિવારમાં દરેકની સાથે ધૈર્યપૂર્વક વર્તન કરવું. સ્‍ત્રી પાત્ર સાથે કમ્યુનિકેશનમાં વિશેષ પારદર્શકતા રાખવી. જાહેરમાં માનહાનિ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. કદાચ તમને બીજાનો સહકાર ઓછો મળતો હોય તેવું મનોમન લાગી શકે છે. સમયસર ભોજન ન મળે. અનિદ્રાની ફરિયાદ થઈ શકે છે. ધનખર્ચની તૈયારી રાખવી.

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભફળ આપનારો રહે. આરોગ્‍યની દૃષ્ટિએ આજે આપની તંદુરસ્‍તી સારી રહેશે. ભાઇભાંડુઓ સાથે આનંદથી સમય પસાર કરો. તેમનાથી લાભ થાય. સુંદર સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. મિત્રો અને સ્‍વજનો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતાથી આપ પ્રસન્‍ન રહેશો. ‍ પ્રિયતમાનો સંગાથ પામો. લાગણીસભર સંબંધોના બંધનમાં બંધાઓ. આજે આપને કલાક્ષેત્રે વિશેષ રૂચિ રહે. માનસિક સ્‍વસ્‍થતામાં દિવસ પસાર થાય.

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. પરિવારમાં આજે આનંદનું વાતાવરણ રહે. વાણીની મધુરતા અને ન્‍યાયપ્રિય વલણથી આપ લોકપ્રિયતા મેળવશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. મિષ્‍ટાન્‍ન ભોજન મળશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. મોજશોખના સાધનો પાછળ ખર્ચ થાય. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ શુભફળદાયી રહેશે. આજે આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ વધુ નીખરશે. આજે આપ આપની શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કોઇ સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ કરી શકશો. વૈચારિક દૃઢતાથી આપ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. આર્થિક બાબતોનું વ્‍યવસ્થિત આયોજન થઇ શકે. પ્રિયપાત્ર સાથે આનંદથી સમય પસાર થાય. ઘરેણાં મોજશોખના સાધનો કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આપના આત્‍મવિશ્વાસમાં વૃદ્ધિ થાય.

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ નાણાં ખર્ચ થાય. અકસ્‍માતથી બચવા માટે વાહન શાંતિથી ચલાવવું તેમજ કામમાં ઉતાવળ ના રાખવી. જો અગાઉથી ઓપરેશન કરાવવાનું નક્કી કરેલું હોય તો શક્ય હોય ત્યાં સુધી આજના દિવસમાં મુલતવી રાખજો. વાતચીતમાં કોઇ સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવુ. આપના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી ઝગડા તકરારથી દૂર રહેવું. અદાલતને લગતા કાર્યો સંભાળપૂર્વક કરવા. અસંયમિત વર્તન મુશ્‍કેલીમાં મૂકી શકે છે.

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ આપના માટે લાભનો દિવસ છે. ગૃહસ્‍થજીવનનો સંપૂ્ર્ણ આનંદ માણી શકો. પ્રેમનો સુખદ અનુભવ થાય. મિત્રો સાથે રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. જીવનસાથીની શોધ કરનારાઓને લગ્‍નયોગ છે. પુત્ર અને પત્‍ની તરફથી આપને કંઇક લાભ મળે. આવકમાં વૃદ્ધિ તેમજ વેપારમાં લાભ મળવાનો દિવસ છે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ થોડો સંઘર્ષમય રહેશે. આજના દિવસે આગ પાણીથી થતા અકસ્‍માત તેમજ વાહન અંગે સાવચેતી રાખવી. વેપારના કાર્ય અંગે દોડધામ વધે. વેપારની ઉઘરાણી માટે થતી મુસાફરીથી લાભ થાય. ઉપરી અધિકારીઓ ખુશ રહે. નોકરીમાં બઢતી મળે. બાળકોના અભ્‍યાસ અંગે સંતોષ અનુભવો. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. ધન, માન- સન્‍માન મળે. સંબંધી મિત્રો વગેરેથી ફાયદો થાય.

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મિશ્ર ફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહે એમ છતાં માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહેશે. ઉપરી અધિકારીઓથી સંભાળવું. વધુ પડતો ધનખર્ચ થાય. મોજશોખ કે હરવાફરવા પાછળ વિશેષ ખર્ચ થાય. પ્રવાસ પર્યટનની શક્યતા છે. વિદેશથી સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા રહે. પ્રતિસ્પર્ધીઓ સાથે ઊંડી ચર્ચામાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે.

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો હશે. વધુ પડતો શ્રમ પડે તેવા કાર્યો ટાળવાં. માનસિક- શારીરિક શ્રમ વધુ રહે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગને ઉઘરાણીના નાણાં મળશે. આરોગ્‍ય બાબતમાં સંભાળવું. વધારે પડતો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું. અનૈતિક કામથી દૂર રહેવું. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારોને અનુસરવું.

ABOUT THE AUTHOR

...view details