ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 3 NOVEMBER : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 3 NOVEMBER
Horoscope for the Day 3 NOVEMBER

By

Published : Nov 3, 2021, 6:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. વેપારીઓને આગળ વધવાની ઘણી તકો મળી રહેશે. ભાગીદારી કરવા માંગતા હોવ તો સમય સારો છે. કલાકારો અને સાહિત્યકારો તેમની સર્જનશીલતાને વધુ ખીલવી શકશે અને લોકો પાસેથી કદર પણ મેળવી શકશે. નવા વસ્ત્રો અને અલંકારો તેમજ વાહનની ખરીદીની પણ શક્યતા છે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આપનો આજનો દિવસ આર્થિક અને વ્‍યાવસાયિક રીતે લાભદાયી નીવડશે. આજે ધનલાભની સાથે સાથે આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન પણ કરી શકો છો. જો આપ બિઝનેસ સાથે જોડાયેલા હશો તો તે અંગેનું આયોજન પણ શક્ય બનશે. આજે આપ શરીર અને મનથી તાજગીનો અનુભવ કરશો. આપનો આજનો દિવસ મિત્રો- સ્‍વજનો સાથે આનંદમાં પસાર થાય. નાનકડો પ્રવાસ પણ સંભવી શકે. આજે કોઇ ધાર્મિક કે પુણ્યનું કાર્ય કરો. એકંદરે શુભ દિવસ છે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપના આજના દિવસે આપની વાણીથી કોઇને મંત્રમુગ્ધ કરીને લાભ મેળવી શકશો તથા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ વધે અને આપનું મન પ્રફુલ્લિત રહે. આપ કોઇ શુભકાર્ય કરવા પ્રેરાઓ. આજે વઘુ મહેનતે ઓછું પરિણામ મળવા છતાં ખંતપૂર્વક આગળ વધી શકો. આપના નાણાંનું વ્‍યવસ્‍િથત આયોજન કરવા અનુકૂળ સમય છે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપના મનમાં વિચારોના વિવિધ તરંગ ઉઠશે અને આપ વિચારના વમળમાં અટવાયેલાં રહેશો. આજે આપને બુદ્ધિગમ્‍ય કાર્યોમાં જોડાવું પડે, પરંતુ ચર્ચા કે વાદવિવાદમાં ઊંડા ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. આજે આપનામાં સંવેદનશીલતા વધશે. ખાસ કરીને સ્‍ત્રી વર્ગ અને પ્રવાહી પદાર્થથી ચેતતા રહેવું. માનસિક થાકનો અનુભવ થાય. વિચારોમાં દ્વિધાને કારણે ઉચાટ રહે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપ વાણીના માઘ્‍યમથી નવા સુમેળભર્યા સંબંધો બાંધી શકશો જે ભવિષ્‍યમાં આપના માટે લાભકારી નીવડશે. આપના વિચારોની સમૃદ્ધિ વધશે. શરીર અને મનની પ્રસન્‍નતા રહેશે. પારિવારિક જીવન આનંદમય રહે. મિત્રવર્ગ અને સગાંસ્‍નેહીઓ પાસેથી ભેટ- ઉપહાર મળતા આનંદ અનુભવો. શુભ સમાચાર મળે અને આનંદદાયક પ્રવાસ થાય. લગ્‍નજીવનનું સુખ ભોગવી શકો.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપના માટે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જરૂરી છે. કુટુંબીજનો કે બહારની વ્યક્તિ સાથે વાદવિવાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બિનજરૂરી ચર્ચાઓ અથવા બીજાની પળોજણોમાં પડવાનું ટાળજો. આપ કોઇનું ભલુ કરવા જાવ અને તેનો બદલો આપને સારો ન મળે તેવી શક્યતા છે. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે. આપે સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઇએ. ધાર્મિક વાંચન અને ભગવાનનું નામ લેવાથી આપને શાંતિ અનુભવાશે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ લાભકારી પસાર થશે. આજે મિત્રો સાથેની મુલાકાતનો, તેમની સાથે પ્રવાસ પર્યટન પર જવાનો તેમજ તેમની પાછળ પૈસા ખર્ચવાનો દિવસ છે. નોકરી, ધંધા, વ્‍યવસાયમાં આપની આવક વધે. ઉપરી અધિકારીઓ ખુશ રહે. દાંપત્‍યજીવનમાં આનંદનો અનુભવ થાય. સ્‍ત્રીમિત્રો આપને લાભકારી નીવડે.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. આપ આપના વ્યવસાય તેમજ બૌદ્ધિક કામકાજમાં નવી પદ્ધતિ અપનાવશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓને આગળ ધપાવશો. શરીરમાં થાય અને અજંપાનો અનુભવ થશે. સંતાનોને લગતી ચિંતા સતાવ્યા કરશે. લાંબો પ્રવાસ પણ થઇ શકે. કોઇની સાથે સ્પર્ધામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજના દિવસે આપનું કામ સફળ થશે. આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. વેપારીઓ બિઝનેસમાં સારી રીતે આયોજન કરી શકશે અને તેનો વિસ્તાર વધારી શકશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ આપની બઢતી પર વિચાર કરશે. દાંપત્યજીવનમાં ખુશી અને સંતોષની અનુભૂતિ થશે. શારિરીક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આપને આર્થિક લાભ થશે તથા સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. વેપારીઓને આગળ વધવાની ઘણી તકો મળી રહેશે. ભાગીદારી કરવા માંગતા હોવ તો સમય સારો છે. કલાકારો અને સાહિત્યકારો તેમની સર્જનશીલતાને વધુ ખીલવી શકશે અને લોકો પાસેથી કદર પણ મેળવી શકશે. નવા વસ્ત્રો અને અલંકારો તેમજ વાહનની ખરીદીની પણ શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details