- મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
સિંહ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડે. આજે આપનું સ્વાસ્થ્ય કદાચ નરમગરમ રહે. આપ તન અને મનથી થાક મહેસૂસ કરો. બની શકે તો પ્રવાસ યાત્રા આજે ટાળવો. જીદ્દી વલણ ટાળવું. સ્વાસ્થ્ય સંભાળવું. પેટને લગતાં દર્દ થવાની શક્યતા છે. સંતાનોના પ્રશ્ન અંગે ચિંતા રહે. આજે કોઇપણ કાર્યમાં સફળતા મળે. કામની વઘુ પડતી ભાગદોડમાં પરિવાર માટે ઓછો સમય ફાળવી શકશો. પરિણામે કુટુંબીજનો સાથે મનદુ:ખ ઊભું ન થાય તે જોવું.
- વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:
સિંહ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મઘ્યમ રહેશે. આજે આપ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને પૂરતા આત્મવિશ્વાસથી કરી શકશો. આજે પિતાથી સંપત્તિથી લાભ થવાનો યોગ છે. કુટુંબમાં પણ પિતાના પક્ષે વ્યવહાર થાય. કલાકારો અને રમતવીરો માટે ખૂબ સારો દિવસ છે. આજના દિવસે તેમની પ્રતિભા અને પરફોર્મેન્સ દેખાડવાનો મોકો મળશે. સંતાનો પાછળ ખર્ચ કે રોકાણ થાય.
- મિથુન (મે 22 - જૂન 21) GEMINI:
સિંહ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે સારો અને લાભકારક નીવડશે. મિત્રો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના આપના સંબંધો સુમેળભર્યા રહે. આર્થિક બાબતો માટે આજે તમે વઘુ સજાગ રહો. રોકાણકારોએ સાવચેતીપૂર્વક તેમનું મૂડી રોકાણ કરવું. આજે આપના વિચાર સ્થિર ન રહેતાં તેમાં ઝડપી ફેરફારો થઇ શકે છે. આજે તન મનથી તાજગી સ્ફૂર્તિ અનુભવાય. નવા કાર્યોના શુભારંભ માટે સારો દિવસ છે. વિરોધીઓને મહાત કરી શકો. એકંદરે આજનો દિવસ ભાગ્યવૃદ્ધિ અને આનંદ ઉલ્લાસનો દિવસ છે.
- કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
સિંહ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપનો દિવસ મધ્યમ ફળ આપનાર નીવડશે. આજે આપને ચિત્તમાં થોડી બેચેની વર્તાશે માટે આધ્યાત્મિક કાર્યોમાં અથવા સેવા કાર્યોમાં મન પરોવવાની સલાહ છે. જે કોઇપણ કામ કરો તેમાં આપને ઈચ્છિત પરિણામ માટે વધુ પરિશ્રમ કરવો પડે અને એકાગ્રતા પણ વધારવી પડશે. શારીરિક આરોગ્ય જાળવી રાખવા માટે ખાવા-પીવા પર અંકુશ રાખવો. પરિવારના સભ્યો સાથે આપનું વર્તન અને વાણી બંનેમાં સ્પષ્ટતા રાખવાની સલાહ છે. વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા મેળવવા માટે અભ્યાસના કલાકો વધારવા પડશે. કોઇપણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવો.
- સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
સિંહ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળ આપશે. આજે આપ આત્મવિશ્વાસથી ભરપૂર હશો અને દરેક કામ દૃઢ નિર્ણયશક્તિ સાથે કરી શકશો. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન મળે. વર્તનમાં ઉગ્રતા ન રાખવી. આજે ક્રોધાવેશનું પ્રમાણ વઘારે રહે. આરોગ્યમાં પેટને લગતી તકલીફો થાય. ખાવાપીવામાં ધ્યાન રાખવું. સમગ્ર દિવસ આનંદમાં પસાર થાય.
- કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
સિંહ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ શારીરિક અને માનસિક રીતે થોડી અસ્વસ્થતાનો સંકેત દર્શાવે છે. આજે કોઇની સાથે આપના અહમનો ટકરાવ ન થાય તે બાબતે ખાસ સંભાળવું. કોર્ટ કચેરીથી સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થાય. મિત્રો સાથે તમારું વર્તન સૌમ્ય રહેશે તો સંખ્યાબંધ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે તેઓ જ માર્ગ સુચવશે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. શાંત મગજથી કામ લેવું. સ્વભાવમાં ઉશ્કેરાટથી કામ બગડવાની શક્યતા છે. નોકરીયાતોએ હાથ નીચેના માણસો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં.
- તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :