ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 2 October : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 2 October
Horoscope for the Day 2 October

By

Published : Oct 2, 2021, 6:01 AM IST

Updated : Oct 2, 2021, 6:23 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપના આજનો દિવસમાં આપને વૈચારિક ગડમથળ વધારે રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વધુ પડતા લાગણીના પ્રવાહમાં તમે તણાઈ શકો છો માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અભિગમ સાથે દરેક બાબત જોવાની સલાહ આપવામાં આવે છે. માતાની તબિયત અંગે વિશેષ ધ્‍યાન રાખવાની સલાહ છે. સ્‍થાવર મિલકત બાબતની ચર્ચા ટાળવી. વાહન ચલાવતા ધ્યાન રાખવું. જળાશયોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ છે. ઓફિસમાં કે વ્‍યવસાયમાં સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપ તન અને મનથી હળવાશનો અનુભવ કરશો. આપના ઉત્‍સાહમાં વધારો થશે. આજે આપનું મન સંવેદનશીલ અને લાગણીથી હર્યુંભર્યું હશે. આપની કલ્‍પનાશક્તિમાં વધારો થાય. પરિણામે આપ એક નવી જ દુનિયામાં વિહાર કરતા જણાઓ. પરિવારની બાબતમાં ઉંડો રસ લેશો અને મિત્રો સાથે પ્રવાસનું આયોજન પણ કરશો. આર્થિક બાબતો પર વધુ લક્ષ્‍ય આપશો. ભાવતાં ભોજનનો સ્‍વાદ માણવા મળે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજના દિવસમાં આપના કાર્યો પાર પાડવામાં થોડો વિલંબ થાય પણ તે અંગેના પ્રયાસો ચાલુ રાખતાં આપ તે કાર્યો નિર્ધારિત રીતે પાર પાડી શકશો. આર્થિક આયોજનો અંગે પ્રથમ થોડાક અવરોધો જણાય પણ પછી આપને માર્ગ ખુલ્‍લા થતો જણાય. નોકરી અને વ્‍યવસાયના સ્‍થળે સહકર્મચારીઓ સાથે વાતાવરણ સુમેળભર્યું રહે. મિત્રો અને શુભેચ્‍છકો સાથેના મિલનથી આપને આનંદ થશે. કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહે.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. મિત્રો, સગાં સ્‍નેહીઓ અને કુટુંબીજનોની સંગાથે આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્‍લાસમાં પસાર કરશો. આજના દિવસે આપ વધુ પડતા લાગણીશીલ બનો. પ્રવાસ યાત્રાની શક્યતા ઓ છે. આજે આપની શારીરિક સુખાકારી તો જળવાશે જ પણ માનસિક રીતે પણ હળવાફુલ રહેશો. સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. જીવનસાથી તરફ વિશેષ આકર્ષણ રહેશે. પત્‍નીસુખ સારું મળે. આર્થિક લાભનો દિવસ છે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપને વધુ પડતા સંવેદનશીલ ન બનવાની ચેતવણી આપવામાં આવે છે. આરોગ્‍યની બાબતમાં આજે આપ કોઇપણ બાબતમાં વધારે પડતા ચિંતિત રહો. કોર્ટ-કચેરીના કાર્યો સંભાળપૂર્વક કરવા. વિદેશથી સમાચાર મળે. શક્ય હોય ત્યાં સુધી દરેક વ્યક્તિ સાથે કમ્યુનિકેશનમાં પારદર્શકતા રાખવી. સ્‍ત્રીઓની બાબતમાં ચેતતા રહેવું. આજે આવક કરતાં ખર્ચ વધારે થશે. ખોટી દલીલબાજી અને ગેરસમજ ટાળવી.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આજે વિવિધ ક્ષેત્રે આપને યશ, કીર્તિ અને લાભ પ્રાપ્‍ત થાય. ધનપ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ રહેશે. વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થવાના સંકેત છે. પ્રિયજનો સાથેનું મિલન આનંદદાયક રહેશે. આપની આવકમાં વૃદ્ધિ થતાં અને સંતોષની લાગણી અનુભવો. લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહેશે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. આજે આપના ઘર તેમજ ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહેશે. નોકરિયાતોને નોકરીમાં બઢતીના સંજોગો ઊભા થાય. કુટુંબ જીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં મધુરતા છવાય. ઉપરી અઘિકારીઓ તરફથી પ્રોત્‍સાહન મળે. માતા તરફથી લાભ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્‍િત થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપને આજે શરીરમાં થોડો થાક, આળસ રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગશે. વેપારીઓને વ્‍યવસાયમાં તકલીફ ઊભી થાય. અત્યારે પ્રોફેશનલ મોરચે હરિફાઈનો સામનો કરવાની પણ તૈયારી રાખવી પડશે. આવી સ્થિતિમાં પૂર્વાયોજન સાથે આગળ વધવાનું આપના માટે ફાયદાકારક નીવડશે. સંતાનોથી મતભેદ ટાળવા માટે તેમની સાથે મહત્ત્વના મુદ્દે ચર્ચા ટાળવી અથવા શાંતિથી ચર્ચા કરવી. તેમના આરોગ્‍યની પણ કાળજી લેવી પડશે. નાણાં ખર્ચ વધે. ઉપરી અધિકારીઓનો સહકાર અને માર્ગદર્શન અપેક્ષા કરતા ઓછું મળે. અગત્‍યના નિર્ણયો લેવાનું આજે ટાળવું. રાજકીય અવરોધો પણ પરેશાન કરી શકે છે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ થોડો સાવધાનીપૂર્વક પસાર કરવાનું આપને જણાવવામાં આવે છે. ખાસ કરીને શક્ય હોય ત્યાં સુધી આજે કોઇ નવા કાર્યની કે બીમારીના ઉપચારની શરૂઆત ન કરવી. તમારામાં સંવેદનશીલતાનું પ્રમાણ વધારે રહે જેથી કામમાં ક્યાંય પણ સ્થિરતા ના અનુભવો તેવું પણ બની શકે છે. પાણીથી સંભાળવું. વાણી અને વર્તન પર સંયમ રાખવો. ગુસ્‍સાને કાબૂમાં રાખવો. નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવું. કાયદા અને સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નાણાં ખર્ચ વધે. તબિયત સંભાળવી.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ રોજબરોજના કામ પડતા મૂકીને મનોરંજન તથા લોકોને મળવામાં સમય પસાર કરશો. આપ ભાવતાં ભોજન, પ્રવાસ તેમ જ વિજાતીય મિત્રો સાથે ખુશીમાં સમય પસાર કરી શકશો. આપને આર્થિક ફાયદો થઇ શકે છે. વેપારમાં પણ પ્રગતિ કરી શકશો, ભાગીદારોથી પણ ફાયદો થશે. આવકના વિવિધ સ્રોતો થકી નાણાંકીય પ્રવાહ આપના તરફ વહેતો રહેશે. સમાજમાં આપની નામના વધશે. કામમાં સફળતા મળશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. કાર્ય સફળતા માટે આજે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આજે કરેલા કાર્યોમાં આપ યશસ્‍વી બનો અને ખ્‍યાતિમાં વધારો થાય. કુટુંબીજનો સાથે સારી રીતે દિવસ પસાર કરો અને ઘરમાં એખલાસભર્યું વાતાવરણ રહે. તન- મનથી આપ પ્રફુલ્લિત રહો. આજે આપને વધુ પડતા લાગણીશીલ વિચારો આવે અને આપનું વર્તન પણ ભાવનાશીલ રહે. નોકરીમાં સહકાર્યકરોના સહકારથી કામ પાર પાડી શકો. કામની જ બાબતમાં ખર્ચ થાય. એકંદરે આજનો દિવસ સારી રીતે પસાર થશે.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

આજે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપ કલ્પનાની દુનિયામાં વિહાર કરો. લેખન અને કાવ્‍યશક્તિને તમે યોગ્‍ય રીતે નિખારી શકશો. વિદ્યાર્થીઓ તેમના વિદ્યાભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી આજે સંભાળવું. આપનો મિજાજ રંગીન રહે. સ્‍વભાવમાં સંયમ રાખવો. માનસિક સમતુલા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

Last Updated : Oct 2, 2021, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details