ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope 28 September : આજે મકર રાશિને આ કામમાં થશે ફાયદો, આ રાશિના ગ્રહો છે નબળા - undefined

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ..

CHECK ASTROLOGICAL PREDICTION FOR YOUR SIGN HOROSCOPE
CHECK ASTROLOGICAL PREDICTION FOR YOUR SIGN HOROSCOPE

By

Published : Sep 28, 2022, 2:43 AM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :જો આપ શાંત સ્વભાવ નહીં રાખો તો તેના કારણે કોઇની સાથે મનદુઃખ થવાની શક્યતા છે માટે વાણી મૃદુ રાખવી અને સ્વભાવમાં બીજા માટે આદરભાવ રાખવો. આપ શારીરિક થાક અનુભવો તો કામનું ભારણ લેવાના બદલે વિરામ લઈ લેવો. આર્થિક બાબતે અતિ લાલચ ટાળવી. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકશો. આપ કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. નોકરીમાં તેમ જ કુટુંબમાં લોકો સાથે સૌહાર્દપૂર્ણ માહોલ બનાવવાનો પ્રયાસ કરવો.
  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:આપની તબિયત ખરાબ હોવાને કારણે કામમાં મન ઓછુ લાગશે. સફળતા માટે પ્રયાસો વધારવા પડશે. મનમાંથી નિરાશાના વાદળો દૂર કરવાની સલાહ છે. કામનો બોજ તમારા ગજા બહારનો ના રહે તેનું ધ્યાન રાખવું. માનસિક તાણ લેવાના બદલે મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ રસ લેવાની સલાહ છે. પ્રવાસ શક્ય હોય તો ટાળવો. નવું કામ શરૂ કરવામાં અતિ ઉતાવળ રાખવી નહીં. ખાવા-પીવામાં સાચવવું પડે. માનસિક શાંતિ મેળવવા આપ યોગ અને ધ્યાનનો આશરો લઈ શકો.
  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI:મોજમજા મનોરંજનની પ્રવૃત્તિઓમાં આપને વધારે રસ પડશે. કુટુંબીજનો, મિત્રવર્તુળ કે પ્રિયપાત્ર સાથે બહાર હરવાફરવા જવાનું આયોજન થશે. જાહેર જીવનમાં માન પ્રતિષ્‍ઠાનો વધારો થશે. વિજાતીય પાત્રો સાથે આકર્ષણ વધે. પ્રણય પ્રસંગો માટેની પૂર્વભૂમિકા રચાય. જાહેર જીવનમાં માન સન્‍માનના અધિકારી બનશો. આપના હાથે દાન ધર્મ સખાવતનું કાર્ય થાય.
  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :વર્તમાન દિવસ ખુશીઓ સફળતાનો છે. પરિવારમાં સુખ શાંતિ જળવાશે. નોકરિયાતોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ રહે. નોકર વર્ગ અને મોસાળ પક્ષથી લાભ થાય. આરોગ્‍ય જળવાય. આર્થિક લાભ થાય. આવશ્‍યક બાબતો પાછળ ખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો.
  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :લેખન, સાહિત્‍યના ક્ષેત્રે કંઇક નવું સર્જન કરવાની આપને પ્રેરણા મળશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં શ્રેષ્‍ઠ દેખાવ કરી શકશે. પ્રણયમાં સફળતા અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આપનું મન હર્ષ‍િત કરશે. સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર વધારે મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. આપ ધાર્મિક કે પરોપકારનું કાર્ય કરી ધન્‍યતા અનુભવશો.
  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :આજે આપે જીવનની કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. સ્‍વાસ્‍થ્‍યની પણ કાળજી લેવાની સલાહ છે. મન પર ચિંતાનો બોજ લાવવાના બદલે મન ખુશ રહે તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને કામનું ભારણ ટાળવા માટે કામની વહેંચણી કરી શકો છો. કુટુંબીજનો સાથે ખટરાગ ના થાય તે માટે તેમની સાથે સૌમ્યતાથી વાત કરવી. માતાની તબિયતની વધુ કાળજી લેશો તો તમારી વચ્ચે હજુ પણ આત્મીયતા વધશે. વિદ્યાભ્‍યાસ માટે મહેનત માંગી લે તેવો સમય છે. સ્‍થાવર મિલકત, વાહન ને લગતી સમસ્‍યાઓ સર્જાય. ધનખર્ચ થાય.
  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :વર્તમાન સમય ભાગ્‍યવૃદ્ધિનો હોવાથી નવા સાહસો અને કાર્યો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. યોગ્‍ય જગ્‍યાએ મૂડી રોકાણ આપને ફાયદાકારક રહેશે. પરિવારમાં ભાઇભાંડુઓ સાથે આત્‍મીયતા અને સુમેળ રહેશે. નાનકડા ધાર્મિક પ્રવાસનું આયોજન કરી શકશો. વિદેશથી સારા સમાચાર મળશે.
  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :આપને નકારાત્‍મક માનસિક વલણ ટાળવાની સલાહ છે. ન બોલવામાં નવ ગુણની નીતિ અપનાવી ચાલશો તો કુટુંબીજનો સાથેનું ઘર્ષણ નિવારી શકશો. આરોગ્‍ય અંગે ‍વધુ કાળજી લેવી અને ભોજનની અતિશયોક્તિ ટાળવી. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં બીજાની મદદ લેવી પડશે.
  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :જે આપને નિર્ધારિત કાર્યમાં સફળતા અને આર્થિક લાભની શક્યતા છે. સપરિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. પ્રવાસની, ખાસ કરીને કોઇ જાત્રાધામની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષ‍િત કરશે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં આપના યશકીર્તિમાં વધારો થાય.
  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :જે આપ ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારે વ્‍યસ્‍ત રહેશો. પૂજા પાઠ કે ધાર્મિક કાર્ય પાછળ આપનો ધનખર્ચ થશે. સગાંસ્‍નેહીઓ તેમજ પરિવારજનો સાથે સંભાળીને બોલવું કારણ કે આપની વાણીથી કોઇને મનદુ:ખ થાય તેવી શક્યતા છે. વધુ મહેનતે ઓછી સફળતા મળે તો નિરાશ થવાના બદલે પ્રયાસો ચાલુ રાખવા કારણ કે ટૂંક સમયમાં તમને સફળતા મળી શકે છે. આરોગ્‍ય સાચવવું. દાંપત્‍યજીવનમાં આત્મીયતા વધે તેવા પ્રયાસ કરવા.
  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :નવા કાર્યો કે આયોજનો હાથ ધરી શકશો. નોકરી ધંધામાં લાભ સાથે વધારાની આવક ઉભી કરી શકશો. મિત્ર વર્ગ, ખાસ કરીને સ્‍ત્રીમિત્રોથી આપને લાભ થશે. સામાજિક વર્તુળમાં આપ નામના અને પ્રતિષ્‍ઠા હાંસલ કરી શકશો. પત્‍ની અને પુત્ર તરફથી આપ સુખ અને સંતોષ અનુભવશો. પ્રવાસ પર્યટન અને લગ્‍નના સંજોગો સર્જાશે. તનમનથી આનંદિત રહેશો.
  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આજે આપને માટે લાભદાયી દિવસ છે. આપની કાર્યસફળતાને ધ્‍યાનમાં લેતા ઉપરી અધિકારીઓની આપના પર રહેમનજર રહે. આપના કારણે નોકરીમાં બઢતી થવાના યોગ છે. વેપારીઓને પણ વેપારમાં વૃદ્ધિ થાય. પિતા તરફથી લાભ મળે. પરિવારજનોમાં ખુશાલીનું વાતાવરણ રહે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સાંસારિક જીવનમાં આનંદ વ્યાપે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details