ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગોસાવી સામે છેતરપિંડીનો વધુ એક કેસ દાખલ, તપાસ માટે મુંબઈ લઈ જવાયો - કિરણ ગોસાવી મુંબઈ તપાસ

આર્યન ખાન(Aryan Khan)ના કેસના સાક્ષી કિરણ ગોસાવી(Kiran Gosavi), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB), વિવાદમાં ફસાયા હતા, કારણ કે તેમની સામે અનેક છેતરપિંડીના કેસ નોંધાયેલા હતા.

ગોસાવી સામે છેતરપિંડીનો કેસ દાખલ, તપાસ માટે મુંબઈ લઈ જવામાં આવ્યો
ગોસાવી સામે છેતરપિંડીનો કેસ દાખલ, તપાસ માટે મુંબઈ લઈ જવામાં આવ્યો

By

Published : Oct 30, 2021, 2:10 PM IST

  • ગોસાવી છેતરપિંડીના કેસને લઈને મુંબઈ તપાસ
  • આર્યન ખાન ડ્રગ્સ કેસના સાક્ષી કિરણ ગોસાવીને તપાસ માટે મુંબઈ
  • ગોસાવીએ એક યુવકને નોકરીની લાલચ આપીને પૈસા ખંખેરયા હતા

પુણે: પુણે પોલીસે આર્યન ખાન ડ્રગ્સ કેસ(Drugs case)ના સાક્ષી અને પુણે છેતરપિંડી કેસના આરોપી કિરણ ગોસાવી(Kiran Gosavi)ને તપાસ માટે મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. કિરણ ગોસાવી વિવાદમાં ફસાયા હતા કારણ કે તેમની સામે અનેક છેતરપિંડી(Fraud)ના કેસ નોંધાયા હતા. આથી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે તે સંબંધમાં NCBની ટીકા કરી હતી.

તેના આક્ષેપો પછી, પૂણે પોલીસે ગોસાવીની શોધ કરી અને ગોવાસી સામે ફરસખાના પોલીસ(Farsakhana police) સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી અને આખરે ગુરુવારે તેની ધરપકડ કરી હતી.

2018માં પુણેના એક યુવક દ્વારા છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે કિરણ ગોસાવી વિરુદ્ધ પુણેના ફરાસખાના પોલીસ સ્ટેશનમાં 2018માં પુણેના એક યુવક દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ એફઆઈઆર મુજબ, ગોસાવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હોટલ મેનેજમેન્ટની નોકરીઓ વિશે એક જાહેરાત પોસ્ટ કરી હતી, જેના કારણે યુવક તેની સાથે સંપર્કમાં આવ્યો હતો અને બાદમાં તેણે તેની મુંબઈ ઓફિસની મુલાકાત લીધી હતી. ગોસાવીએ કથિત રીતે યુવકને મલેશિયાની એક હોટલમાં નોકરી આપવાનું આશ્વાસન આપ્યું હતું અને ત્યારબાદ નવેમ્બર 2017થી માર્ચ 2018 વચ્ચે વિવિધ કારણો દર્શાવીને તેને 3.09 લાખ રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જો કે, ગોસાવીએ ન તો યુવકને નોકરીની ઓફર કરી કે ન તો પૈસા પરત કર્યા.

આ પણ વાંચોઃ પૂણે પોલીસે કિરણ ગોસાવીની કરી ધરપકડ, બપોરે કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચોઃ વડોદરા : BCAના ક્રિકેટ સ્ટેડિયમનું કિરણ મોરે ટી-20 પ્રિમિયર લીગથી ઉદ્દઘાટન કરા

ABOUT THE AUTHOR

...view details