દેહરાદૂનઃઉત્તરાખંડ ચારધામ યાત્રા 2022 આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તોડી (Char Dham Yatra 2022) નાખશે. ચારધામમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. જો કે ચારધામ યાત્રામાં ફેલાયેલી અરાજકતા શ્રદ્ધાળુઓ પર હાવી થઈ રહી (19 pilgrims died in Chardham Yatra) છે તે ચિંતાનો વિષય છે. આ જ કારણ છે કે, ચારધામમાં અત્યાર સુધીમાં 19 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચાર ધામોની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 1,56,802 ભક્તોએ દર્શન કર્યા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 59,473 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહોંચ્યા છે. તેમજ યમુનોત્રી ધામમાં સૌથી વધુ 11 મૃત્યુ થયા છે.
આ પણ વાંચો:CHARDHAM YATRA 2022: શું તમારૂ ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન હજૂ બાકી છે ? તો આ રીતે કરી શકશો
ધામી સરકાર પર સવાલો ઉઠાવ્યા:કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કરણ મહરાએ ચારધામ યાત્રાની તૈયારીઓને લઈને ધામી સરકાર પર સવાલો (Devotees die in Chardham Yatra ) ઉઠાવ્યા છે. પ્રદેશ પ્રમુખ કરણ મહારાએ આરોપ લગાવ્યો કે, ચાર ધામોમાં અરાજકતા છે, જેના કારણે યાત્રિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. કોંગ્રેસે ખાસ કરીને આરોગ્ય અને વીજળીની સુવિધાઓને લઈને સરકારને ભીંસમાં લીધી હતી. કોંગ્રેસના આ આક્ષેપો કોઈ ને કોઈ તબક્કે સાચા સાબિત થઈ રહ્યા છે. કારણ કે ચારધામ યાત્રામાં આવેલા 19 શ્રદ્ધાળુઓના મોત થયા છે. રવિવાર સુધી આ આંકડો 15 હતો જે 9 મે, રવિવારના રોજ વધીને 19 થયો છે. જોકે, આરોગ્ય વિભાગ માત્ર 15 શ્રદ્ધાળુઓના મોતની માહિતી આપી રહ્યું છે.
યમુનોત્રી ધામમાં સૌથી વધુ 11 શ્રદ્ધાળુઓના મોત: ચાર ધામમાં શ્રદ્ધાળુઓના મૃત્યુના આંકડા પર નજર કરીએ તો યમુનોત્રી ધામમાં સૌથી વધુ 11 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમજ ગંગોત્રી ધામમાં ત્રણ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. ગંગોત્રી અને યમુનોત્રીમાં શ્રદ્ધાળુઓના મૃત્યુનું કારણ બીમારી હોવાનું કહેવાય (Devotees die of heart attack) છે. ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા 3 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. ગંગોત્રી અને યમુનોત્રી સિવાય કેદારનાથ ધામમાં પાંચ તીર્થયાત્રીઓના મોત થયા છે, જેમાંથી ચાર અહીં પણ બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. તેમજ ખાડામાં પડી જવાથી એક ભક્તનું મોત થયું હતું. કેદારનાથ ધામના દરવાજા 6 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2019માં ચારધામમાં 91 મુસાફરોના મોત થયા હતા.