ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Chandrashekhar contest from Gorakhpur : ચંદ્રશેખર આઝાદ ગોરખપુરથી મુખ્યપ્રધાન યોગી સામે લડશે ચૂંટણી - Chandrasekhar called Akhilesh an anti-Dalit

આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે (Chandrashekhar contest from Gorakhpur) પોતાની ઉમેદવારીને લઈને મોટી જાહેરાત કરી છે.

Chandrashekhar contest from Gorakhpur
Chandrashekhar contest from Gorakhpur

By

Published : Jan 20, 2022, 1:19 PM IST

Updated : Jan 20, 2022, 2:20 PM IST

લખનઉ: આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષચંદ્રશેખર આઝાદ ગોરખપુરથી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chandrasekhar Azad will contest against Yogi Adityanath) સામે ચૂંટણી લડશે. ચંદ્રશેખર આઝાદે ગોરખપુરની (Chandrashekhar contest from Gorakhpur) સદર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

આઝાદ સમાજ પાર્ટીએ 33 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી

આઝાદ સમાજ પાર્ટીએ 33 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ અગાઉ, ચંદ્રશેખર આઝાદે ગઠબંધનની આશામાં સમાજવાદી પાર્ટી અને AIAIMનો સંપર્ક કર્યો હતો, પરંતુ વાતચીત કામ ન આવી.

ચંદ્રશેખરે અખિલેશને દલિત વિરોધી ગણાવ્યા

જ્યારે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન ન થતા ચંદ્રશેખરે અખિલેશને દલિત વિરોધી ગણાવ્યા હતા. ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે, સપાએ તેમને અગાઉ 25 સીટો આપવાનું વચન આપ્યું હતું. તે જ સમયે, તેમને ધારાસભ્ય અને પ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી, જે તેમણે ઠુકરાવી દીધી હતી.

ભીમ આર્મી ચીફે જાહેરાત કરી હતી

ભીમ આર્મી ચીફે જાહેરાત કરી હતી કે જો સપા તેમને 100 સીટો આપે તો પણ તેઓ હવે તેમની સાથે જશે નહીં. ચંદ્રશેખરે કહ્યું કે, તેઓ ભાજપને રોકવા માટે ચૂંટણી બાદ પણ પક્ષોને મદદ કરશે.બીજી તરફ, ચંદ્રશેખર આઝાદે BSP પ્રમુખ અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી સાથે ગઠબંધન અંગેની વાતચીત પર કહ્યું કે, તેઓ મોટા છે. મારી સાથે વાત કરવા નથી માંગતા. એવું કહેવાય છે કે, બસપાએ પણ તેમના ગઠબંધનના પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી.

આ પણ વાંચો:

Chandrashekhar contest from Gorakhpur : ચંદ્રશેખર આઝાદ ગોરખપુરથી મુખ્યપ્રધાન યોગી સામે લડશે ચૂંટણી

Chandrashekhar Attacked Akhilesh : અખિલેશ સામાજિક ન્યાયનો અર્થ સમજતા નથીઃ ચંદ્રશેખર આઝાદ

Last Updated : Jan 20, 2022, 2:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details