ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મંડીમાં બ્યાસ નદીના કાંઠે મળી આવ્યું વર્ષો જૂનું શિવલિંગ - હિમાચલ પ્રદેશ

રાજ્યની સાંસ્કૃતિક રાજધાની કહેવાતી છોટી કાશી મંડીમાં રજવાડી પંચવત્ર મંદિરની સામે જમીનમાં દબાયેલી હાલતમાં એક શિવલિંગ મળી આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ શિવલિંગ સદીઓ જૂનું છે. શિવલિંગના સમાચારની જાણ થતાં જ મંડી નગરના લોકોએ અહીં મુલાકાત શરૂ કરી હતી. લોકો શિવલિંગના દર્શન માટે પહોંચી રહ્યા છે.

himachal pradesh
himachal pradesh

By

Published : Apr 13, 2021, 1:37 PM IST

  • બ્યાસ નદીના કાંઠે મળી આવ્યું વર્ષો જૂનું શિવલિંગ
  • શિવલિંગ મળ્યા બાદ કરાઈ સફાઈ
  • શિવલિંગની અનેક લોકો લઈ રહ્યા છે મુલાકાત

મંડી (હિમાચલ પ્રદેશ) : રાજ્યની સાંસ્કૃતિક રાજધાની કહેવાતી છોટી કાશી મંડીમાં રજવાડી પંચવત્ર મંદિરની સામે જમીનમાં દબાયેલી હાલતમાં એક શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગ સુકેતી ખડ્ડ અને બ્યાસ નદીના સંગમ સ્થળેથી મળી આવ્યું છે. શિવલિંગ એક ખડક પર બિરાજમાન છે અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ શિવલિંગ સદીઓ જૂનું છે.

આ પણ વાંચો: 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે શરૂ થશે ઓનલાઈન નોંધણી

શિવલિંગ પાસે કરાઈ સફાઈ

શિવલિંગ મળ્યા બાદ અહીં સ્થાનિક લોકો અને હરે રામ, હરે કૃષ્ણ મંડળી કુલ્લુ સૌજન્યથી અહીં સફાઈ કરવી હતી. માટી હટાવીને સફાઈ કર્યા બાદ એક ભવ્ય શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગના સમાચારની જાણ થતાં જ મંડી નગરના લોકોએ અહીં મુલાકાત શરૂ કરી હતી. લોકો અહીં શિવલિંગના દર્શન માટે પહોંચી રહ્યા છે.

છોટી કાશીના નામથી ઓળખાય છે મંડી

નોંધનીય છે કે, મંડીના દરેક વિસ્તારની દરેક ગલીમાં શિવ મંદિર જોવા મળે છે. છોટી કાશી તરીકે ઓળખાતા મંડી શહેરમાં અન્ય ઘણા દેવી-દેવતાઓ તેમજ શિવાલયોના મંદિરો છે પરંતુ મોટાભાગના મંદિરો મહાદેવના છે. આમાં ઘણા રજવાડા અને પ્રાચીન મંદિરો શામેલ છે.

આ પણ વાંચો: 28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા

ABOUT THE AUTHOR

...view details