- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણેય કૃષિ કાયદા (Three Agriculture Laws) પરત લેવાની કરી જાહેરાત
- જાહેરાત કરતા દેશભરના ખેડૂતોમાં ખુશી (Happiness in farmers) જોવા મળી રહી છે
- ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે ત્રણેય કૃષિ કાયદાને (Three Agriculture Laws) પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યારે દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ઉજવણી કરી હતી. ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.
આ પણ વાંચોઃઆખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી
ખેડૂત નેતાઓએ વડાપ્રધાનની જાહેરાતનું કર્યું સ્વાગત
ભારતીય કિસાન યુનિયન (BHANU)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુપ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની આ જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ. 75 વર્ષ ખેડૂત વિરોધી નીતિઓના કારણે દેશનો ખેડૂત દેવાદાર થઈ ગયો છે. તેમને પાકના સારા ભાવ નથી મળતા.
આ ખેડૂતોની જીત છેઃ રાકેશ ટિકૈત
તો આ અંગે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Farmer leader Rakesh Tikait) જણાવ્યું હતું કે, સંસદમાં જ્યાં સુધી કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. MSP ગેરન્ટી એક્ટ બનાવવો પડશે. આ ખેડૂતોની જીત છે અને આ જીત મૃત્યુ પામેલા 750થી વધુ ખેડૂતો અને આ આંદોલનનો ભાગ બનેલા આદિવાસીઓ, કામદારો, મહિલાઓને સમર્પિત છે.