નવી દિલ્હી :સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) તેની શાળાઓને વૈકલ્પિક શિક્ષણ માધ્યમ તરીકે ભારતીય ભાષાઓનો ઉપયોગ કરવા વિચારવાનું રહ્યું છે. બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રાલય અને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ, 2020 હેઠળ બહુવિધ ભાષાઓમાં શિક્ષણ દાખલ કરવાનાં પગલાં લીધાં છે. CBSE બોર્ડે તેની શાળાઓને ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવા અને બહુભાષી શિક્ષણમાંથી શ્રેષ્ઠ બનાવવા માટે એકબીજા સાથે સહયોગ કરવા જણાવ્યું છે.
નિયામકની સુચના :શાળાઓને લખેલા પત્રમાં CBSEના શૈક્ષણિક નિયામક જોસેફ એમેન્યુઅલે જણાવ્યું હતું કે, ભારતીય ભાષાઓ દ્વારા શિક્ષણની સુવિધા માટે પહેલ કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને CBSE સાથે જોડાયેલી શાળાઓ ભારતીય ભાષાઓનો ઉપયોગ અને વર્તમાન વિકલ્પો ઉપરાંત વૈકલ્પિક માધ્યમ તરીકે કરવાનું વિચારી શકે છે. જેમાં ભારતના બંધારણની અનુસૂચિ 8 માં ઉલ્લેખિત ભારતીય ભાષાઓ સામેલ છે.
જેમ ઉચ્ચ શિક્ષણ આ જરૂરિયાતને પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે. તેમ શાળા શિક્ષણ તેનો પાયો હોવો જોઈએ. શાળા શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધીના શિક્ષણના માધ્યમ તરફના અભિગમમાં સાતત્ય હોવું જોઈએ. તેથી CBSE સાથે જોડાયેલી શાળાઓએ ભારતીય ભાષાઓના માધ્યમથી શિક્ષણ આપીને આ ઉમદા પ્રયાસમાં મહત્વની ભૂમિકા ભજવવાની જરૂર છે.-- જોસેફ એમેન્યુઅલ (શૈક્ષણિક નિયામક, CBSE)