ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TMC નેતા અને સાંસદ આકાશ બેનર્જીની પત્નીને કોલસા કૌભાંડની તપાસ માટે CBIની નોટિસ - બંગાળ ચૂંટણી

CBI દ્વારા પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમુલ કોંગ્રેસના નેતા આકાશ બેનર્જીના પત્નીને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં તેમને કોલસા કૌભાંડ માટેની તપાસમાં જોડાવવા માટે કહેવામાં આવ્યું છે. આજે એટલે કે સોમવારનાં રોજ CBI દ્વારા આકાશ બેનર્જીના પત્ની અને ભાભીની પૂછપરછ થાય તેવી શક્યતા છે.

TMC નેતા અને સાંસદ આકાશ બેનર્જીની પત્નીને કોલસા કૌભાંડની તપાસ માટે CBIની નોટિસ
TMC નેતા અને સાંસદ આકાશ બેનર્જીની પત્નીને કોલસા કૌભાંડની તપાસ માટે CBIની નોટિસ

By

Published : Feb 22, 2021, 3:46 PM IST

  • પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજકીય માહોલમાં ગરમાવો
  • CBI દ્વારા મુખ્યપ્રધાન મમતા બેનર્જીના પરિવાર પર ગાળિયો કસાયો
  • ગત નવેમ્બરમાં જ કોલસા કૌભાંડનાં મુખ્ય સૂત્રધારોને પકડી લેવામાં આવ્યા હતા

ન્યુ દિલ્હી/કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના પરિવાર પર CBIની કાર્યવાહીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. CBIએ મમતાના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી, તેમની પત્ની રૂજીરા અને ભાભી સહિતના પરિવારજનો પર ગાળિયો કસ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, CBI આજે એટલે કે સોમવારનાં રોજ અભિષેકની પત્ની અને તેની ભાભીની પૂછપરછ કરી શકે છે. આ તપાસ કોલસા કૌભાંડ માટે કરવામાં આવી રહી છે.

CBIની ટીમે આકાશ બેનર્જીના નિવાસસ્થાને ધામા નાંખ્યા

જણાવી દઇએ કે, આ અગાઉ CBIની ટીમ રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના કોલકાતા સ્થિત ઘરે પહોંચી હતી. એજન્સીએ અહીં તેની પત્નીને નોટિસ ફટકારી હતી અને કોલસા કૌભાંડની તપાસમાં જોડાવવા માટે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળની ચૂંટણી અગાઉ બનેલી આ ઘટનાથી રાજ્યનાં રાજકીય તાપમાનમાં ગરમાવો આવ્યો છે. CBIએ અભિષેકની ભાભીને પણ નોટિસ આપી હતી અને સોમવારે તપાસમાં જોડાવવા કહ્યું હતું.

ભાજપના સાંસદે અભિષેકની પત્નીને વિદેશી નાગરિક ગણાવી હતી

પશ્ચિમ બંગાળ ભાજપના વાઈસ પ્રેસિડન્ટ અને સાંસદ અર્જુનસિંહે અભિષેક બેનર્જીની પત્ની રૂજીરાને વિદેશી ગણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે, તેથી જ આ લોકો કાગળ બતાવવામાં ડરતા હોય છે. તેમણે કહ્યું હતું કે, રુજીરા થાઇલેન્ડની નાગરિક છે.

ABOUT THE AUTHOR

...view details