નવી દિલ્હી:સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (CBI) લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમના નજીકના સહયોગી એસ. ભાસ્કર રમનની ધરપકડ કરવામાં આવી છે. હકીકતમાં, CBIએ 250 ચીની નાગરિકોને વિઝા અપાવવા માટે 50 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. જે બાદ મંગળવારે કાર્તિ ચિદમ્બરમના ચેન્નાઈ અને દેશના અન્ય શહેરોમાં સ્થિત જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:પુરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ ખોદકામમાં મળી સિંહની પ્રતિમા