- વારણસીમાં ધમકીભર્યા ફોન આવતા એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી
- 17 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં ગુગલના CEO સુંદર પીચાઈ પણ સામેલ
- વિશાલ ગાઝીપૂરી અને તેની પત્ની વીડિયોમાં આપત્તિજનક ટિપ્પણી કર્યાનો આક્ષેપ
વારાણસીઃ આ અંગેની મળતી માહિતી અનુસાર, આ મામલો સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણીથી જોડાયેલો છે. આનો વિરોધ કરવા પર ધમકીભર્યા ફોન આવવા લાગ્યા તો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ઉચ્ચ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ તૃતીયના આદેશ પર ભેલુપુર પોલીસે હવે આ અંગે કેસ દાખલ કર્યો છે. 17 લોકો સામે કરવામાં આવેલા કેસમાં વિશાલ, સપના, ચંદન, સુજિત, ગૌતમ, હૃદયરાજ કપૂર, સીએસ બાદલ, સંજીવ કુમાર, સૂરજ કૃષ્ણા, આશિષ નાયર, એસએન બૌદ્ધ, બીજી મ્યૂઝિક તકંપની, વી. કે. સિંહ, પંકજ, જય ભીમ રેકોર્ડિંગ સ્ટૂડિયો, ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજર સંજય કુમાર, ડિરેક્ટર અને સીઈઓ સુંદર પીચાઈનું નામ છે.
વિશાલ ગાઝીપૂરીએ શેર કરેલા વીડિયોમાં વડાપ્રધાન માટે આપત્તિજનક ગીત હતું