ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Ayodhya Ram Mandir News: રામ મંદિરના દરવાજા પરના મન મોહક કોતરણીકામથી દર્શનાર્થીઓ આશ્ચર્ય ચકિત થઈ જશે - લાકડાના દરવાજા પર મોહક નકશીકામ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ મંદિરમાં દરવાજા લગાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. દરવાજાના લાકડા પર બારીક અને મરોડદાર કોતરણી કરવામાં આવી છે.વાંચો વિગતવાર.

રામ મંદિરના દરવાજા પરના મન મોહક કોતરણીકામથી દર્શનાર્થીઓ આશ્ચર્ય ચકિત થઈ જશે
રામ મંદિરના દરવાજા પરના મન મોહક કોતરણીકામથી દર્શનાર્થીઓ આશ્ચર્ય ચકિત થઈ જશે

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 6:29 PM IST

અયોધ્યાઃ રામ મંદિરનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ગ્રાઉન્ડ ફ્લોરના ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ કામ પણ સત્વરે પૂર્ણ થવાને આરે છે. રામ મંદિરના મુખ્ય દ્વાર એવા સિંહ દ્વાર સામે સીડી ઉપર આરસપહાણના પથ્થર લગાડવામાં આવી રહ્યા છે. આ પથ્થર કામ પૂર્ણ થયા બાદ પ્રભુ શ્રી રામના ગર્ભ ગૃહ સુધી પહોંચવાના માર્ગનું કોઈ નિર્માણકાર્ય બાકી રહેશે નહીં. મંદિર પરિસરમાં આ સ્થળે દરવાજા લગાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. લાકડાના દરવાજા પર અદભુદ નકશીકામ કરવામાં આવ્યું છે. લાકડા પર એટલી બારીક અને મરોડદાર કોતરણી કરવામાં આવી છે કે દર્શનાર્થીઓ વાહ....વાહ બોલી ઉઠશે.

ગ્રાઉન્ડ ફ્લોરના બધા જ પીલર ઊભા થઈ ગયા છે

ગ્રાઉન્ડ ફ્લોરનું 95 ટકા કામ પૂર્ણઃ રામ મંદિર નિર્માણકાર્ય 3 વર્ષ અગાઉ શરૂ થયું હતું જે ડિસેમ્બર 2025 સુધી ચાલવાનું આયોજન છે. સમગ્ર મંદિરનું કુલ 65 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. ગ્રાઉન્ડ ફ્લોરનું 95 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. ફર્સ્ટ ફ્લોરનું 50 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. જો ખર્ચની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 900 કરોડ રૂપિયા પ્રભુ શ્રી રામના મંદિર નિર્માણમાં ખર્ચ થઈ ગયા છે. હજુ પણ નિર્માણકાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે. રામ મંદિરનું નિર્માણકાર્ય લાર્સન એન્ડ ટુબ્રો કરી રહી છે તેમજ ટેકનિકલ સહાયક તરીકે ટાટા કન્સલ્ટન્સી કાર્યરત છે. ડીસેમ્બર સુધી ફર્સ્ટ ફ્લોરનું નિર્માણકાર્ય 70 ટકા પૂર્ણ કરી દેવાનું આયોજન છે.

ફર્સ્ટ ફ્લોરનું કામ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે

22 જાન્યૂઆરીએ રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પણ નક્કી કરી દેવાઈ છે. 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામ તેમના નવા મંદિરમાં બિરાજમાન થશે. આ ઉત્સવ 20થી 24 જાન્યુઆરી સુધી ચાલશે. 26 જાન્યુઆરીના રોજ નવનિર્મિત રામ મંદિર પ્રભુ શ્રી રામના દર્શનાર્થે ખુલ્લુ મુકાશે. આ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમામ કેબિનેટ પ્રધાન, અનેક રાજ્યોના મુખ્ય પ્રધાન અને મોટી સંખ્યામાં રાજ્ય પ્રધાનો ઉપસ્થિત રહેશે.

ગ્રાઉન્ડ ફ્લોરનું કામ 95 ટકા પૂર્ણ થઈ ગયું છે
  1. Ayoddhya Ram Mandir Updates: અયોધ્યા રામમંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું 50 ટકા નિર્માણકાર્ય પૂર્ણ થયું
  2. Ayodhya Ram Mandir: રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે PM મોદીને આમંત્રણ, એક સપ્તાહ સુધી ચાલશે ઉત્સવ

ABOUT THE AUTHOR

...view details