ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઘરના જ ઘાતકી: દંપતિની હત્યા કરીને 20 લાખ લઈને ફરાર આરોપી, પોલીસે આ રીતે લીધા બાનમાં - ફરાર આરોપી

તામિલનાડું રાજ્યમાં વૃદ્ધ દંપતિની હત્યા (Murder Case) કરીને ભાગી રહેલા આરોપીઓને પોલીસે આંધ્ર પ્રદેશથી પકડી પાડ્યા છે. દંપતિને એમના જ ઘરે લઈ જઈને પતાવી દીધા હતા. આ બાદ, આરોપીઓએ બન્નેના મૃતદેહનો પણ નિકાલ કરી (Bury The Corpse) નાંખ્યો હતો.

ઘરના જ ઘાતકી: ચેન્નઈમાં દંપતિની હત્યા કરીને ભાગેલા આરોપીઓને આવી રીતે પોલીસે પકડી લીધા
ઘરના જ ઘાતકી: ચેન્નઈમાં દંપતિની હત્યા કરીને ભાગેલા આરોપીઓને આવી રીતે પોલીસે પકડી લીધા

By

Published : May 9, 2022, 6:27 PM IST

અમરાવતી: શ્રીકાંત ચેન્નઈના માયલાપુરની દ્વારકા કોલોનીના વૃંદાવનનગરમાં રહેતા હતા. શ્રીકાંત અને તેની પત્ની અનુરાધા ગત મહિને દીકરીની ડીલેવરી માટે અમેરિકા ગયા હતા. શનિવારે વહેલી સવારે 3.30 વાગ્યે ભારત પરત ફર્યા હતા. જ્યારે એમની દીકરી સુનંદાએ પોતાના માતા પિતાનો ફોન કર્યો ત્યારે તેઓ ઘરે પહોંચ્યા ન હતા અથવા એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. સુનંદાએ તાત્કાલિક પોતાના સંબંધી દિવ્યાને ફોન કરતા સમગ્ર વાતના જાણ થઈ હતી.

આ પણ વાંચો:માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...

પોલીસે આવું પગલું લીધુ:સંબંધી દિવ્યા પોતાના પતિ રમેશ સાથે બપોરના સમયે 12.30 વાગ્યે શ્રીકાંતના ઘરે પહોંચી હતી. એ સમયે એમના ઘરને તાળું મારેલું હતું. દિવ્યા અને પતિને આશંકા જતા તેમણે પહેલા પોલીસને જાણ (Tamil Nadu police) કરી હતી. માયલાપુરના ડે.ક્લેક્ટર ગૌતમે પણ તપાસ માટે આદેશ કર્યા. તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, શ્રીકાંત દંપતિનો કાર ચાલક (Car Driver) લાલકૃષ્ણા એરપોર્ટ પર એને લેવા માટે ગયો હતો. લાલ કૃષ્ણ અને તેનો મિત્ર રવિ પહેલાથી જ ચેન્નઈ છોડીને ભાગી ગયા હતા. ચેન્નઈ પોલીસે ટ્રેક કરેલા જીપીએસના રીપોર્ટ (Tracking From GPS) ના આધાર પર આંધ્ર પ્રદેશ પોલીસને (Andhra Pradesh Police) જાણ કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના પોલીસવડા મલિકા ગર્ગ, ડીએસપી યુ નાગરાજુ, ટંગુટુરૂના એએસઆઈ અને હાઈવે પોલીસના આદેશ પર નેશનલ હાઈવે 16 પર તંગુતુરૂ ટોલગેટ પર આરોપીની કારને અટકાવવામાં આવી હતી.

આ પણ વાંચો:પડ્યા પર પાટું : જેલમાં બંધ અનેક કેદીઓ પર નોંધાઈ પોલિસ ફરિયાદ

પૂછપરછમાંથી જાણ થઈ: પછી એની કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. પછી વધુ તપાસ અને પૂછપરછ માટે તંગુતુરૂ પોલિસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. તપાસ કરતા જાણ થઈ હતી કે, આરોપીઓએ દંપતિની માયલાપુર સ્થિત એમના જ ઘરમાં એમની હત્યા કરી નાંખી હતી. પછી બંન્નેના મૃતદેહને ચેંગલપટ્ટુ જિલ્લામાં નેમિલીચેરી પાસે શ્રીકાંત ફાર્મ હાઉસમાં દફનાવી દીધા હતા. ત્યાંથી રૂપિયા 20 લાખ લઈને ફરાર થઈ જવાની ફરાકમાં રહેલા બંન્નેને પ્રકાશમ પોલીસે આરોપીઓને પકડી પાડીને કાયદેસરની પ્રક્રિયા કરી છે.

ABOUT THE AUTHOR

...view details