નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટમાં રેપ પીડિતાની ગર્ભપાતની મંજૂરી માંગતી સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ આદેશ પસાર કરવા બદલ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની ટીકા કરી હતી. સુપ્રીમ કોર્ટે બંધારણીય ફિલસૂફીનો સંદર્ભ આપ્યો હતો.
સુપ્રીમના વેધક સવાલઃ જસ્ટિસ બી વી નાગરત્ન અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ગુજરાત હાઈકોર્ટને વેધક સવાલો કર્યા હતા. જેમાં "ગુજરાત હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે?" "શું ન્યાયાધિશ ઉપરી અદાલતોના ચુકાદાને આ રીતે જવાબ આપે છે?" 19 ઓગસ્ટના રોજ હાઈકોર્ટે સુઓમોટો ઓર્ડર પાસ કરવાની જરૂરિયાત સંદર્ભે પણ સુપ્રીમે સવાલ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે રેપ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી નહતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને અયોગ્ય ઠેરવી રેપ પીડિતાને ગર્ભપાતની મંજરી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈપણ અદાલતના ન્યાયાધિશ બળાત્કાર પીડિતાને બાળકને જન્મ આપવા માટે ફરજ ન પાડી શકે તેમજ અન્યાયી શરત ન લાદી શકે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે તે બંધારણ વિરૂદ્ધની ફિલસોફી છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટના કાઉન્ટર બ્લાસ્ટને અવગણી શકાય જ નહીં. કોઈ પણ ન્યાયાધિશ સુપ્રીમના આદેશનો વિરોધ કરી શકે નહીં. ગુજરાત હાઈકોર્ટના આ પ્રકારના આદેશની શું જરૂર છે?
ગુજરાત સરકારની દલીલઃ ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા ક્લેરિકલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈકોર્ટના જજ પર ટિપ્પણી ન કરવા વિનંતી કરી હતી અને કોઈ ગેરસમજ થઈ હોવાની રજૂઆત કરી હતી. તુષાર મહેતાએ જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટનો શનિવારનો આદેશ ફક્ત ક્લેરિકલ એરર કરેક્ટ કરવાનો હતો. અગાઉના આદેશનાં કલેરિકલ એરર હતી જે શનિવારના આદેશમાં સુધારવા આદેશ કરાયો.
ટિપ્પણી સુનાવણી પર કરાઈઃ તુષાર મહેતાની ટિપ્પણી ન કરવાની વિનંતી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ટિપ્પણી કોઈ ચોક્કસ ન્યાયાધિશ વિરૂદ્ધ નથી પરંતુ જે રીતે સમગ્ર સુનાવણી થઈ તેના પર ટિપ્પણી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે બળાત્કાર પીડિતાની અરજી પર નિર્ણય કરવામાં હાઈકોર્ટ દ્વારા થયેલા વિલંબની ટીકા કરી અને કહ્યું કે અમૂલ્ય સમય બરબાદ થઈ ગયો. ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાત કરવાની મંજૂરી માંગતા કેસને બે અઠવાડિયા મુલતવી રાખ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટ ગુસ્સે થઈ હતી. સુપ્રીમે કહ્યું આવા કેસમાં ઝડપ કરવાની હોય છે ગુજરાત હાઈકોર્ટનો અભિગમ અયોગ્ય હતો.
ફરીથી થશે મેડિકલ ચેકઅપઃ સુપ્રીમ કોર્ટે મેડિકલ બોર્ડને ફરીથી તબીબી તપાસ કરી નવો મેડિકલ રિપોર્ટ આવતીકાલ સાંજ સુધીમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રીમે અરજદારને ફરીથી કેએમસીઆરઆઈ સમક્ષ હાજર રહેવા કહ્યું અને આવતીકાલ સાંજે 6 કલાક સુધીમાં ઓથોરિટીને રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું.
ગર્ભાધાનનું 26મુ સપ્તાહઃ અરજદારે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. તેણીના સંબંધ એક પુરૂષ સાથે હતા. આ પુરૂષે પોતે પરણિત હોવાની માહિતી છુપાવી હતી. તેથી તેણીએ તેની સંમતિના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. અરજદારના વકીલની દલીલ હતી કે તેના અસીલ ટૂંક સમયમાં ગર્ભાધાનના 26મા સપ્તાહમાં પ્રવેશસે. તેથી સુપ્રીમ કોર્ટે પીડિતાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની અરજીને મંજૂરી આપી હતી.
રાજ્ય સરકારને આપ્યો આદેશઃ સુપ્રીમ કોર્ટે આદેશમાં જણાવ્યું કે, મેડિકલ તપાસમાં જો ગર્ભ જીવિત જણાય તો હોસ્પિટલે ગર્ભના અસ્તિત્વ માટે ઈન્ક્યુબેશનની તમામ સુવિધા પૂરી પાડવી. તેમજ રાજ્ય સરકાર બાળકને કાયદા અનુસાર દત્તક લેવાની પ્રક્રિયા પણ સુનિશ્ચિત કરે.
- SC on Gujarat HC: સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતાની ગર્ભપાત અરજીની સુનાવણીમાં વિલંબ બદલ ગુજરાત હાઈકોર્ટને લગાવી ફટકાર- આવા કેસમાં એક-એક દિવસ મહત્વનો
- Bihar Caste Census Issue:સુપ્રીમ કોર્ટમાં બિહાર જાતિ આધારિત વસ્તી ગણતરીની સુનાવણી