એક વર્ષ જેટલા લાંબા સમયગાળાની રાહ પછી ભારતમાં વર્ષ 2021ની શરૂઆત રસીકરણના એક સારા સમાચાર સાથે થઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ‘કોવીશીલ્ડ’ અને ’કોવેક્સિન’ નામની બે રસીઓના આપાતકાલીન ઉપયોગ માટેની પરવાનગી આપતા હવે દરેક વ્યક્તિ વેક્સીન લઈને કોઈ પણ જાતના ડર વીના પોતાના સામાન્ય જીવનમાં પરત ફરવાની રાહ જોઈ રહ્યો છે. જો કે હવે લોકો રસીકરણ કરાવવાની જેટલી રાહ જોઈ રહ્યા છે તેટલુ લોકો તેની શક્ય આડઅસરો અને તેને લગતા પ્રશ્નોને લઈને મુંઝવણ અનુભવી રહ્યા છે. એક તરફ જેટલી હકીકતો છે તેટલી જ કેટલીક અફવાઓ પણ છે. તેથી ભારતમાં રસીકરણની પ્રક્રીયા અને માન્ય રસીઓને લગતી કેટલીક સામાન્ય માન્યતાઓને નકારી કાઢવા માટે ETV Bharat Sukhibhavaની ટીમે યશોદા હોસ્પિટલના જનરલ ફીઝીશીયન ડૉ. એમ. વી. રાવ સાથે વાતચીત કરી હતી. આ વાતચીતના કેટલાક અંશો અહી રજૂ કરવામાં આવ્યા છે.
1. શું Covid-19ની રસી દરેક વ્યક્તિ માટે ફરજીયાત છે ?
Covid-19ની દરેક વ્યક્તિ માટે ફરજીયાત નથી. લોકો સ્વેચ્છાએ આ રસી લઈ શકે છે. જો કે લોકોએ એ વાત સમજવી પણ જોઈએ કે જે લોકો કોરોના વાયરસથી સંક્રમીત થયા છે તે લોકોના શરીરમાં કોરોના વાયરસના એન્ટીબોડી તૈયાર થયેલા છે જે તેમને કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે પરંતુ તે રક્ષણ તે દર્દીને માત્ર અમુક મહિનાઓ સુધી રક્ષણ આપે છે, હંમેશા માટે નહી. માટે, રસી એ કોરોના વાયરસ સામેના રક્ષણ માટેનો શ્રેષ્ઠ અને સંપૂર્ણ બાહેંધરી આપતો વિકલ્પ છે.
2. જો કોઈ વ્યક્તિને રસી ન આપવામાં આવે તો તેના પરીણામો શું હોઈ શકે છે ?
ડૉ. રાઓ જણાવે છે કે જો આ વાયરસ શરીરમાં દાખલ થાય તો તે કેટલાક પ્રશ્નોનું કારણ બની શકે છે. ખાસ કરીને કેન્સર, ડાયાબીટીસ અને હાયપર ટેન્શનનો સામનો કરી રહેલા લોકોને કોરોના વાયરસથી વધુ નુકસાન થઈ શકે છે. અને તેથી હજુ સુધી કોરોના વાયરસની કોઈ ચોક્કસ સારવાર શક્ય ન હોઈ સ્વાસ્થ્યને લગતી કોઈ અનિશ્ચીત સમસ્યાઓને આવકારવાથી વધુ સારૂ એ છે કે રસીકરણ કરવુ એ જ યોગ્ય વિકલ્પ છે.
3. શું જે દર્દી હાલમાં Covid-19નો સામનો કરી રહ્યો છે તે આ રસી લઈ શકે છે ?
ના. રસી લેતા પહેલા Covid-19ના સંભવિત લક્ષણોની શોધ કરવી જરૂરી છે. એક વખત કોરોના વાયરસના લક્ષણો ઓછા થયા બાદ જ રસી લેવી જોઈએ. જે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમીત થયેલો છે તે તેણે રસી લેવા માટે કોરોના વાયરસમાંથી સ્વસ્થ થયા બાદ ચાર થી આઠ અઠવાડિયા સુધી રાહ જોવી જોઈએ નહી તો તેને કેટલીક આડ અસરો થવાની સંભાવના રહેલી છે.
4. રસીના કેટલા ડોઝ લેવા જરૂરી છે ?
28 દિવસના અંતરાલ સાથે બે ડોઝની જરૂર પડશે. જો કોઈ દર્દીને માત્ર એક ડોઝ જ આપવામાં આવે તો તેને કોવિડ સામે 60 થી 80% જેટલુ રક્ષણ મળે છે. જો વ્યક્તિને Covid-19 સામે સંપૂર્ણ રક્ષણ જોઈએ છે તો તેણે બંન્ને ડોઝ લેવા ફરજીયાત છે. જો બીજો ડોઝ આપવામાં મોડુ થાય તો નુકસાન થઈ શકે છે.
5. શું અન્ય કોઈ દવા સાથે આપેલી Covid-19ની રસીની આડઅસરો થઈ શકે છે ?
ડૉ. રાઓ જણાવે છે કે તમે અન્ય જે દવાઓ લઈ રહ્યા છો તેની સાથે Covid-19ની રસીનું કોઈ ઘર્ષણ થવાની શક્યતાઓ નથી. જો કે સ્ટીરોઇડ અથવા તેને સમકક્ષ કોઈ દવા દર્દી લઈ રહ્યો હોય તો રસી પુરતા પ્રમાણમાં એન્ટીબોડી ઉભા કરી શકશે નહી.
6. જે દર્દી ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થઈ છે તે રસી લઈ શકે છે ?
જે લોકો કોઈ પણ પ્રકારની ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થયા છે તેમણે Covid-19ની રસી લેવાથી દુર રહેવુ જોઈએ. જો કે, આ માટે તેઓ તેમના ડૉક્ટરની સલાહ લઈ શકે છે.
7. શું સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ રસી લઈ શકે છે ?
Covid-19 રસી એ વાયરસના મૃત કણો સાથે જ સંશ્લેષણ કરેલી હોવાથી સંશોધકો કહે છે કે હાલમાં તો તેની કોઈ અનીચ્છનીય અસર દેખાઈ રહી નથી. પરંતુ આ ક્ષેત્રમાં થયેલું સંશોધન હજુ પણ અપુરતુ હોવાથી, સીડીસી સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ રસીકરણથી દુર રહેવાનો મત ધરાવે છે. બ્રીટીશ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમ પણ કહે છે કે કોવિડનું રસીકરણ કર્યા બાદ ઓછામાં ઓછા બે મહિના સુધી ગર્ભાવસ્થા ધારણ ન કરવી જોઈએ.