ઉત્તરકાશી:યમુનોત્રી હાઈવે પર દમતા પાસે મુસાફરોથી ભરેલી બસ 200 મીટર ઊંડી ખીણમાં (Bus falls into gorge in Uttarakhand) પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 28 લોકો સવાર હતા. જેઓ મધ્યપ્રદેશના (Tourists From Madhya Pradesh) હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 6 ઈજાગ્રસ્તને સારવાર (Rescue Operations in Uttarakhand) માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ અને SDRFની ટીમે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. સાથે જ સીએમ ધામીએ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.
યમનોત્રીમાં પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકી, 22નાં મોત PMએ આપી સાંત્વના આ પણ વાંચો:એક સાથે 6 કિશોરી અને એક મહિલા ડૂબી જતા સોપો પડી ગયો
CM કંટ્રોલરૂમ પહોંચ્યા: ઉત્તરકાશી જિલ્લામાં બસ દુર્ઘટનાને લઈને સીએમ પુષ્કર સિંહ ધામી દેહરાદૂનના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. તેમણે જિલ્લા વહીવટીતંત્રને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવારની સાથે રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા આદેશ દીધા છે. મધ્યપ્રદેશના મુસાફરોની બસ યમુનોત્રી હાઈ પર દમતા પાસે 200 મીટર ઉંડી ખીણમાં પડી ગઈ હતી. બસમાં 28 જેટલા મુસાફરો બેઠેલા હતા. તે જ સમયે ખીણમાં બસ પડતાં જ બે ભાગ પડી ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ SDRF, NDRF, QRT અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
યુદ્ધના ધોરણે રાહતકાર્ય શરૂ: આ ઘટનામાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક રુહેલાએ પણ ડૉક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરી દીધી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે પીએચસી દામતા અને સીએચસી નૌગાંવમાં લાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલયે પણ ઉત્તરકાશીમાં થયેલા આ માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. આમાં, હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર શક્ય તમામ મદદમાં રોકાયેલા છે.
આ પણ વાંચો:પ્રિપ્લાન હતી સિદ્ધુ મુસેવાલાની હત્યા: સિરસાનો યુવક સીસીટીવીમાં રેકી કરતો દેખાયો
નેશનલ હાઈવે પર અકસ્માત: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી નેશનલ હાઈવે પર બસ અકસ્માતમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રાહતની જાહેરાત કરી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, 'ઉત્તરાખંડમાં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને PMNRF દ્વારા 2-2 લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
મુખ્યપ્રધાને શોક વ્યક્ત કર્યો:આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા સીએમ ધામીએ ટ્વીટ કર્યું કે 'ઉત્તરકાશીના પુરોલામાં દમતા પાસે પેસેન્જર બસના અકસ્માત અંગે દુર્ભાગ્યપૂર્ણ સમાચાર મળ્યા છે. માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ કાર્ય માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ સંબંધિત અધિકારીઓને આ દુર્ઘટનાની તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ભગવાન દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે જ, હું તમામ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો:બાઇકચાલકે ગુમાવ્યો કાબૂ, પછી થયું આવું...
MPના CMએ કર્યું ટ્વિટ: દુર્ઘટના બાદ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા પર યમુનોત્રી ધામ જઈ રહેલી બસ ખીણમાં પડી જવાથી મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના તીર્થયાત્રીઓનું મૃત્યુ ખૂબ જ દુઃખદ અને દુઃખદાયક છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. હું અને મારી ટીમ ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ. ઈજાગ્રસ્તોની સારવાર અને મૃતદેહોને મધ્યપ્રદેશ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દુઃખની આ ઘડીમાં પરિવારને એકલું ન અનુભવવું જોઈએ, અમે તમામ શોકગ્રસ્ત પરિવારોની સાથે છીએ.