ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરતથી ગ્વાલીયર જઈ રહેલી બસને ઉજ્જેનમાં RTOએ રોકી, યાત્રીકો થયા પરેશાન - Bus going from Surat to Gwalior

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં RTOની લાપરવાહી સામે આવી છે. સુરતથી ગ્વાલીયર જઈ રહેલી બસમાં લગભગ 50 યાત્રીકો સવાર હતા, ત્યારે રાત્રે 9 વાગ્યે ચેકીંગ દરમિયાન RTOએ બસને રોકી અને દંડ કરવાની કાર્યવાહીના તમામ કાગળ નહીં હોવાને કારણે બસ યાત્રીકો સહિત બસને જપ્ત કરી હતી. બસને ડિપોમાં રોકી રાખી હતી તેમજ યાત્રીઓ માટે અન્ય બસની પણ વ્યવસ્થા કરી ન હતી, જેથી યાત્રીઓ ઘણા પરેશાન થયા હતા અને યાત્રીઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ સવારે જ્યારે આરટીઓને ફરિયાદ કરવાની કોશીશ કરી તો તેમના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતા હતા.

સુરતથી ગ્વાલીયર જઈ રહેલી બસને ઉજ્જેનમાં RTOએ રોકી
સુરતથી ગ્વાલીયર જઈ રહેલી બસને ઉજ્જેનમાં RTOએ રોકી

By

Published : Feb 21, 2021, 4:37 PM IST

  • સુરતથી ગ્વાલીયર જઈ રહેલી બસમાં લગભગ 50 યાત્રીકો હતા સવાર
  • RTOએ બસને જપ્ત કરી
  • યાત્રીઓ પરેશાન થયા

ઉજ્જેનઃ મધ્યપ્રદેશના ઉજ્જેનમાં RTOની લાપરવાહી સામે આવી છે. સુરતથી ગ્વાલીયર જઈ રહેલી બસમાં લગભગ 50 યાત્રીકો સવાર હતા, ત્યારે રાત્રે 9 વાગ્યે ચેકીંગ દરમિયાન RTOએ બસને રોકી અને દંડ કરવાની કાર્યવાહીના તમામ કાગળ નહીં હોવાને કારણે બસ યાત્રીકો સહિત બસને જપ્ત કરી હતી.

જમવાની કે પાણીની પણ વ્યવસ્થા હતી નહીંઃ યાત્રીક

બસને ડિપોમાં રોકી રાખી હતી તેમજ યાત્રીઓ માટે અન્ય બસની પણ વ્યવસ્થા કરી ન હતી, જેથી યાત્રીઓ ઘણા પરેશાન થયા હતા અને યાત્રીઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમજ સવારે જ્યારે આરટીઓને ફરિયાદ કરવાની કોશીશ કરી તો તેમના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતા હતા. યાત્રીકો માટે ત્યા જમવાની પણ સુવીધા ઉપલ્બધ હતી નહી. યાત્રીકો સવાર સુધી ઠંડીમાં રહ્યા હતા. યાત્રીકોએ આરોપ લગાવ્યો છે કે, જમવાની કે પાણીની પણ વ્યવસ્થા હતી નહીં. યાત્રીકોએ જણાવ્યું કે, રાતભર મચ્છરોનો પણ ત્રાસ અમારે સહન કરવો પડ્યો હતો.

સીધી બસની ઘટના બાદ RTOએ બસો પર કાર્યવાહી કરી

ઉલ્લેખનિય છે કે, સીધી બસની ઘટના બાદ RTOએ બસો પર કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગઈ કાલે પણ આરટીઓએ એક બસ સામે કાર્યવાહી તો કરી હતી પરંતું યાત્રીકો કેટલીય કલાકો સુધી પરેશાન થયા હતા. જોકે, બાદમાં આરટીઓ દ્વારા યાત્રીકોને બીજી બસમાં બેસાડવામાં આવ્યા હતા. ગઈકાલે ઉજ્જૈનમાં પણ જોવા મળ્યું હતું કે આરટીઓએ મુસાફરોથી ભરેલી બસ બંધ કરી દીધી હતી, અને ડ્રાઈવરે આ પગલું ભર્યું હતું, પરંતુ મુસાફરો ઘણા કલાકો સુધી અસ્વસ્થ રહ્યા હતા, બાદમાં જ્યારે મીડિયા આવી પહોંચ્યું, ત્યારબાદ મુસાફરોને બીજામાં બેસાડવામાં આવ્યા બસ અને તેમની જગ્યાએ દોડી ગયા.

ABOUT THE AUTHOR

...view details