હૈદરાબાદ: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મહિલાઓ માટે ખાસ બચત યોજના શરૂ કરી છે. જેનું નામ મહિલા સન્માન બચત પત્ર છે. આ બે વર્ષ માટે રહેશે.આમાં બે લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાશે, લગભગ 7.5 ટકા વ્યાજ ફિક્સ ફોર્મમાં આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટેની બચત યોજનામાં જમા કરાવવાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તમે રૂ.30 લાખ સુધી જમા કરાવી શકો છો. પહેલા આ મર્યાદા 15 લાખની હતી.
Budget 2023: મહિલાઓ માટે ખાસ બચત યોજના શરૂ - Women Development provision Budget 2023
નાણાપ્રધાન નિર્મલા સીતામરને બજેટ રજૂ કર્યું.તેમના બજેટ ભાષણમાં કેન્દ્રીય નાણાપ્રધાને મહિલાઓ માટે વિશેષ યોજનાની જાહેરાત કરી (Budget 2023 Special savings scheme launches for women) છે. આ યોજના દેશની મહિલાઓને સમર્પિત કરવામાં આવી છે. આમાં બે વર્ષ સુધી ઘરની મહિલા કે દીકરીના નામે (Women Development provision Budget 2023) બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
નાણાં જમા કરવાની મર્યાદામાં વધારો: MIS યોજનામાં નાણાં જમા કરાવવાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ મર્યાદા 4.5 લાખ રૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે.જોઈન્ટ MIS એકાઉન્ટમાં આ મર્યાદા 9 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.આ પહેલા નિર્મલા સીતારમણે પાન કાર્ડને નવી ઓળખ આપી હતી. પાન કાર્ડનો ઉપયોગ બધા માટે સામાન્ય રહેશે. હવે PAN કાર્ડનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે કરી શકાશે. બિઝનેસ પણ પાન કાર્ડથી શરૂ કરી શકાય છે.
આ પણ વાંચો:Cheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી
જાહેરાત બાદ બચતને મળશે બુસ્ટ: આ જાહેરાત બાદ દેશમાં બચતને વેગ મળશે. જેના કારણે સામાજિક સુરક્ષા મજબૂત થવાની અપેક્ષા છે. ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરાયેલી યોજનાનો લાભ મહિલાઓને મળશે. બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતને અનેક લોકોએ આવકારી છે. નિર્મલા સીતારમણ સ્વતંત્ર ભારતમાં સતત પાંચમું બજેટ રજૂ કરનાર પાંચમા મંત્રીઓની યાદીમાં સામેલ થયા છે. આ પહેલા અરુણ જેટલી, પી ચિદમ્બરમ, યશવંત સિંહા, મોરારજી દેસાઈ અને મનમોહન સિંહ જેવા નેતાઓએ આ કારનામું કર્યું છે. તમને જણાવી દઈએ કે, મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. કારણ કે આ પછી વર્ષ 2024માં સામાન્ય ચૂંટણી છે. આવી સ્થિતિમાં, 2024ના ફેબ્રુઆરીમાં બે બજેટ આવશે, જે સરકારનું વચગાળાનું બજેટ હશે. જેમાં સરકાર કોઈ નીતિવિષયક નિર્ણય લેશે નહીં.