ગાઝીપુરઃમાફિયા મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. અફઝલ અંસારી બહુજન સમાજ પાર્ટી તરફથી ગાઝીપુરથી સાંસદ હતા. અફઝલને 29 નવેમ્બર 2005ના રોજ તત્કાલિન બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં સીબીઆઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ ગેંગસ્ટર કેસમાં ગાઝીપુર MPMLA કોર્ટે શનિવારે તેને સજા સંભળાવી હતી.
અફઝલ અંસારીની સંસદ સભ્યતા રદ: માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અને બસપાના સાંસદ અફઝલ અંસારીની સંસદ સભ્યતા સોમવારે રદ કરવામાં આવી હતી. ગેંગસ્ટર એક્ટમાં અફઝલ અંસારીને શનિવારે ગાઝીપુરની MPMLA કોર્ટે 4 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેના ભાઈ માફિયા મુખ્તાર અંસારીને પણ ગેંગસ્ટર કેસમાં ગાઝીપુરની MPMLA કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સાથે MPMLA કોર્ટે મુખ્તાર પર 5 લાખ રૂપિયા અને અફઝલ અન્સારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મુખ્તાર અંસારી પહેલાથી જ બાંદા જેલમાં બંધ છે, જ્યારે સાંસદ અફઝલ અંસારી સજા સંભળાવતા પહેલા જામીન પર બહાર હતા.
આ પણ વાંચો:મુખ્તાર અંસારી સહિત 12 વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો કેસ, જાણો સમગ્ર મામલો