- પંજાબમાં દલિત મુખ્યપ્રધાન બનાવવા પર માયાવતીનો પ્રહાર
- બસપા સુપ્રીમોએ કૉંગ્રેસના આ પગલાંને ગણાવ્યો રાજકીય ખેલ
- માયાવતીએ કહ્યું- લોકો કૉંગ્રેસની વાતોમાં ના આવે
લખનૌ: બહુજન સમાજ પાર્ટીની રાષ્ટ્ર અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યપ્રાન માયાવતીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વિધાનસભા ચૂંટણીના સમયે પંજાબમાં મુખ્યપ્રધાન બદલવા કૉંગ્રેસનો ચૂંટણી ખેલ છે. તેમણે કહ્યું કે, ચરણજીત સિંહ ચન્નીને કેટલાક સમય માટે પંજાબના મુખ્યપ્રધાન બનાવવા કૉંગ્રેસનો ચૂંટણી ખેલ છે. આગામી પંજાબ ચૂંટણી તેમના નેતૃત્વમાં નહીં, પરંતુ બિન દલિત નેતૃત્વમાં લડાશે. આનાથી સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસને દલિતો પર હજુ સુધી ભરોસો નથી થયો.
પંજાબના લોકો કૉંગ્રેસની વાતોમાં ના આવે
માયાવતીએ કહ્યું કે, કૉંગ્રેસે ચૂંટણી લાભ લેવા માટે આ નિર્ણય લીધો છે, જ્યારે સત્ય તો એ છે કે કૉંગ્રેસને દલિતો પર ભરોસો નથી. તેમને મુશ્કેલીમાં જ દલિતોની યાદ આવે છે. તેમણે કહ્યું કે, પંજાબના લોકો કૉંગ્રેસની વાતોમાં ના આવે.
કૉંગ્રેસના ચૂંટણી ખેલથી લોકો સાવધાન રહે