અમૃતસર(પંજાબ): બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પાકિસ્તાન સ્થિત દાણચોરોના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.(BSF Recover drone at punjab border) BSFએ 65 કલાકમાં પાકિસ્તાન સરહદેથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસેલા બીજા ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી છે. BSFએ ડાઉન થયેલા ડ્રોનની સાથે ડિલિવરી માટે લાવવામાં આવેલ કન્સાઈનમેન્ટ પણ રીકવર કરી લીધું છે, પરંતુ સુરક્ષાના કારણોસર હજુ સુધી કન્સાઈનમેન્ટ ખોલવામાં આવ્યું નથી.
જવાનોએ ગોળીબાર શરૂ કર્યો:આ ડ્રોન પાકિસ્તાનથી અમૃતસરની સરહદે આવેલા રાનિયા ગામ તરફ આવ્યું હતું. BSF બટાલિયન 22ના જવાન પેટ્રોલિંગમાં હતા. રાત્રે 9.15 કલાકે ડ્રોનનો અવાજ સાંભળીને જવાનોએ ગોળીબાર શરૂ કર્યો હતો તથા હળવા બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ડ્રોન પર બે ગોળીઓ વાગી હતી. અવાજ બંધ થયા બાદ જવાનોએ નજીકના ખેતરોમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેમને રાણિયા ગામના ખેતરોમાં ડ્રોન પડેલું જોવા મળ્યું હતું.