ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-પાક બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી, જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFએ આજે ​​મોટી કાર્યવાહી કરી (BSF killed a Pakistani infiltrator near BOP Channa) છે. પંજાબમાં અમૃતસરના અજનલા સેક્ટરમાં BSF જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને (BSF killed a Pakistani infiltrator) ઠાર માર્યો હતો.

ભારત-પાક બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી, જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો
ભારત-પાક બોર્ડર પર BSFની મોટી કાર્યવાહી, જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

By

Published : Jan 3, 2023, 11:23 AM IST

અમૃતસર:આર્મ્સ અને ડ્રગ્સનો સપ્લાયઃ છેલ્લા કેટલાક વર્ષોમાં (BSF killed a Pakistani infiltrator near BOP Channa) આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ડ્રગ્સ અને આર્મ્સનો કન્સાઈનમેન્ટ પાકિસ્તાનથી સતત ભારતમાં મોકલવામાં આવી રહ્યો છે. બીએસએફ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ સાથે ઘણી વખત બીએસએફ દ્વારા પણ આ ઘટનાને નિષ્ફળ બનાવવામાં આવી છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFએ આજે ​​મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ અમૃતસરના અજનલા સેક્ટરમાં BSF જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. (BSF killed a Pakistani infiltrator) માહિતી આપતાં બીએસએફના DIG પ્રભાકર જોશીએ જણાવ્યું કે, ઘૂસણખોરીની ઘટનની માહિતી સવારે 8 વાગ્યાની આસપાસ મળી હતી.

ઘુસણખોર હથિયારથી સજ્જ હતો:પ્રભાકર જોશીએ જણાવ્યું કે, (BSF DIG Prabhakar Joshi said) આ ઘુસણખોરને રામદાસ વિસ્તાર નજીક બીઓપી ચન્ના પાસે માર્યો ગયો. તેણે એ પણ જણાવ્યું કે, ઘુસણખોર હથિયારથી સજ્જ હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

અગાઉ ડ્રોન અને હેરોઈનનું કન્સાઈનમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યું હતુંઃતમને જણાવી દઈએ કે, આ પહેલા બીએસએફએ અજનલાના કાસોવાલ ગામમાંથી એક ડ્રોન અને 1 કિલો હેરોઈનનું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું હતું. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે આ એક જૂનું તૂટેલું હેક્સાકોપ્ટર ડ્રોન છે. જેને જવાનોએ ગુરદાસપુર ઘનીકે બેટ હેઠળની આંતરરાષ્ટ્રીય સરહદથી 2 કિમીના અંતરે ફેંકી દીધી હતી. આ ડ્રોન સાથે 1 કિલો હેરોઈનનો શિપમેન્ટ પણ બાંધવામાં આવ્યો હતો. જેને જપ્ત કરીને તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે ડ્રોનને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક ખેડૂતે તેના ખેતરમાં ડ્રોન પડતું જોયું હતું. ડ્રોન ખરાબ રીતે ખોરવાઈ ગયું હતું અને કાદવમાં ઢંકાયેલું હતું. જે જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આર્મ્સ અને ડ્રગ્સનો સપ્લાયઃછેલ્લા કેટલાક વર્ષોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ડ્રગ્સ અને આર્મ્સનો કન્સાઈનમેન્ટ પાકિસ્તાનથી સતત ભારતમાં મોકલવામાં આવી રહ્યો છે. બીએસએફ તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ સાથે ઘણી વખત બીએસએફ દ્વારા પણ આ ઘટનાને નિષ્ફળ બનાવવામાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details