ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Breaking News : તિસ્તા અને શ્રીકુમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા - Breaking News

Breaking News : રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Breaking News : રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર

By

Published : Jul 2, 2022, 9:21 AM IST

Updated : Jul 2, 2022, 3:59 PM IST

15:56 July 02

તિસ્તા અને શ્રીકુમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માંગણી નહિ કરવામાં આવતા બન્નેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાશે. આગામી દિવસોમાં આરોપીઓ તરફથી જમીન અરજી કરવામાં આવશે. તિસ્તાના વકીલ દ્વારા કોર્ટને તેણીની સલામતી માટેની અરજી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જેલમાં તિસ્તાને રમખાણ કેસનાનાં આરોપોથી દૂર રાખવા આવે અને સોશ્યિલ એક્ટિવિસ્ટ હોવાથી સુરક્ષા આપવામાં આવે. જેલમાં સજા ભોગવતી મહિલા આરોપીઓથી પણ દૂર રાખવામાં આવે.

15:39 July 02

આણંદપુર ડેમ થયો ઓવરફ્લો

બે કલાકના વરસાદ બાદ બીલખા નજીક આવેલો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો હતો. જેમાં આણંદપુર, રાયપુર, સુખપુર અને નાગલપુર ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવાની વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

15:34 July 02

સુરતમાં કુતરાએ મચાવ્યો આતંક

સુરત શહેરના ભટાર વિસ્તારની એક ઘટના સામે આવી છે. શુભ મંગળ સોસાયટીમાં કુતરાએ આતંક મચાવ્યો છે. જેમાં એકજ સોસાયટીના 20 લોકોને કૂતરાએ બચકા ભર્યા છે. ત્યારે સોસાયટીના રહીશોએ મનપામાં ફરિયાદ કરી છે.

14:30 July 02

કેમિસ્ટની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા, 6 લોકોની ધરપકડ, બીજેપી નેતાએ કહ્યું- નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટના કારણે હત્યા

મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં એક કેમિસ્ટની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કેમિસ્ટએ સોશ્યિલ મીડિયા પર પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરનાર નુપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી. મામલાની માહિતી મળ્યા બાદ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી બાદ નુપુર શર્માનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે.

13:51 July 02

રાજકોટમાં બે બાળકોના મોત

રાજકોટમાં વરસાદી પાણીના ખાડામાં ન્હાવા પડતા બે બાળકોના મોત થયા છે. બપોરે માતા પિતા કડિયા કામ કરતા હતા, ત્યારે બાળકો સાઇટ પરથી નીકળી ગયા હતા. બાળકો સાંજે પરત ન ફરતા પોલીસને જાણ કરી હતી અને શોધખોળ કરતા બંન્ને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક બાળકોની ઉંમર 5 અને 9 વર્ષ હતી અને બન્ને સગાં ભાઇઓ હતા.

12:48 July 02

નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ યોજાશે

પ્રદેશ કાર્યાલયે ગુજરાત NSUI નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, NSUI રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદન અને અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓ સમારોહમાં ઉપસ્થિત રહેશે. 'નો ડ્રગ' કેમ્પઈન પણ NSUI લોન્ચ કર્યું છે.

11:18 July 02

આણંદનું સિસવા ગામ બેટમાં ફેરવાયું

આણંદ જિલ્લામાં આકાશી આફત આવતા સિસવા ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં રેસ્ક્યું માટે NDRFની ટીમ આવી પહોંચી છે અને ગામમાં અનેક પરિવારનુ સ્થળાંતર કરાયું છે.

10:29 July 02

હેબતપુરમાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ

કેન્દ્રીય પ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદને એક ભેટ આપી છે. અમિત શાહના હસ્તે 'મિશન મિલિયન ટ્રી'નો પ્રારંભ કરવામાં આવશે. હેબતપુરમાં 1 લાખ વૃક્ષા રોપણનું અભિયાન ધરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં 21 લાખ વૃક્ષો વાવવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

10:18 July 02

ડીસામાં વરસાદથી ભારે નુકશાન થયું

ડીસામાં 5 ઇંચ વરસાદથી ભારે નુકશાન થયું છે. જેમાં આખોલ ચાર રસ્તા પાસે 50 દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી. કારીયાણા, ફુવારા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હતું.

10:12 July 02

ભગવાન જગન્નાથજીને ગર્ભ ગૃહમાં લઇ જવામાં આવ્યા

નજર વિધિ અને આરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને વાજતે ગાજતે રથમાંથી ગર્ભ ગૃહમાં લઇ જવામાં આવ્યા છે. મંદિરનું સમગ્ર પરિસર જય રણછોડ માખણચોર ના નાદ થી ગુંજી ઉઠ્યું હતુું.

09:51 July 02

સ્પાઈસજેટ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

આજે સવારે દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ દરમિયાન કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ પછી પ્લેન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું લેન્ડ થયું. આ સાથે મુસાફરોને પણ સલામત રીતે ઉતારવામાં આવ્યા છે.

09:26 July 02

હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહીના કારણે ઓરેન્જ એલર્ટ (Orange alert issued for rains in Gujarat) જાહેર કર્યું છે. તેવામાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. બીજી તરફ રાજ્યભરમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ સંપૂર્ણ શક્યતા (Rainfall forecast in Gujarat) છે.

09:21 July 02

રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

રાજ્યમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ 632 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3289 થયા છે પરંતુ વેન્ટિલેટર ઉપર 06 દર્દીને રાખવામાં આવ્યા છે. જ્યારે 3289 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. જ્યારે અત્યારસુધીમાં 10,947 મૃત્યુ નોંધાયા છે.આજે 419 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક દર્દીનું વલસાડ ખાતે કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું છે.

09:05 July 02

ભગવાનને અષાઢી બીજીની આખી રાત રથમાં ગુજારવી પડશે

ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા(Jagannath Rathyatra 2022) શુક્રવારે જમાલપુરમાં સ્થિત જગન્નાથ મંદિર(Jagannath Temple located in Jamalpur) ખાતે ખુબ જ શાંતિ પૂર્ણ મહિલામાં નીજ મંદિર પરત ફરી છે.જગતનો નાથ જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે વહેલી સવારે નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારેથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભગવાન નીજ મંદિર(Lord Jagannath Temple) તો પરત ફર્યા છે.પરંતુ તેમને અષાઢી બીજીની આખી રાત રથમાં જ ગુજારવી પડશે.

Last Updated : Jul 2, 2022, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details