ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જો અનામતની સીમા 50 ટકાની ઉપર થઈ તો શું ભારતમાં તેજ થશે બ્રેન ડ્રેન? - વિદેશ જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી

શું ફક્ત વિદેશની ચમક અને મોટી આવકના કારણે ભારતીય પ્રતિભાઓ વિદેશ જાય છે. કે પછી ભારતની સામાજિક અને રાજકીય સ્થિતિ પણ તેમને વિદેશ જવા માટે પ્રેરિત કરે છે. શું અનામતની વ્યવસ્થાના કારણે ભારતથી બ્રેન ડ્રેન થઈ રહ્યું છે? સંસદમાં 127મા સંવિધાન સંશોધન બિલ (127th Constitution Amendment Bill in Parliament) દરમિયાન અનામતની સીમા વધારવાની માગ કરવામાં આવી હતી. એક વાર ફરી જ્યારે અનામતની સીમા 50 ટકાથી વધુ કરવાની વકાલત કરવામાં આવી રહી છે. આ ચર્ચા બીજી વખત ઉભી થઈ છે.

જો અનામતની સીમા 50 ટકાની ઉપર થઈ તો શું ભારતમાં તેજ થશે બ્રેન ડ્રેન?
જો અનામતની સીમા 50 ટકાની ઉપર થઈ તો શું ભારતમાં તેજ થશે બ્રેન ડ્રેન?

By

Published : Aug 13, 2021, 3:19 PM IST

  • સંસદમાં 127મા સંવિધાન સંશોધન બિલ દરમિયાન અનામતની સીમા વધારવાની માગ કરાઈ
  • શું અનામતની વ્યવસ્થાના કારણે ભારતથી બ્રેન ડ્રેન થઈ રહ્યું છે?
  • ફરી એક વાર અનામતની સીમા 50 ટકાથી વધુ કરવાની વકાલત કરવામાં આવી રહી છે

હૈદરાબાદઃ શું અનામતનું બ્રેઈન ડ્રેઈન સાથે સીધો સંબંધ છે. ભારતથી તેજસ્વી લોકોનું પલાયન આઝાદી પહેલાથી જ થઈ રહ્યું છે. વર્ષ 1960થી 70ના દાયકામાં ભારતથી બ્રેઈન ડ્રેઈન શરૂ થયું હતું. 70ના દાયકામાં બેરોજગારી વધ્યા પછી આમાં તેજી આવી હતી. ત્યારબાદ મિડલ ક્લાસે (Middle Class) રોજગાર માટે અખાતી દેશો તરફ પ્રયાસ કર્યું હતું અને ભણેલગણેલ લોકો અમેરિકા અને યુરોપમાં પોતાનું ભવિષ્ય શોધવા લાગ્યા હતા. અખાતી યુદ્ધના શરૂ થવાના સમયે લગભગ 1.75 લાખ ભારતીય ગલ્ફ દેશોમાં ફસાયા હતા.

દુબઈ દિલ્હીની સરખામણીમાં 128 ટકા મોંઘું શહેર છે. તેમ છતાં તે ભારતીય કારીગરોને પસંદ છે

આ પણ વાંચો-વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના

ભારતમાં વર્ષ 1990માં મંડલ કમિશન (Mandal Commission)ને લાગૂ કરવામાં આવ્યું

જ્યારે વર્ષ 1990માં મંડલ કમિશન (Mandal Commission)ને લાગૂ કરવામાં આવ્યું તો ભારતની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી. વર્ષ 1991માં જ ભારત સરકારે સોનું ગીરવે મુકવું પડ્યું હતું. અનામતની વ્યવસ્થા વર્ષ 1993માં જ્યારે લાગુ થઈ ત્યારે ભારત દેશ ઉદારીકરણના રસ્તા પર ચાલવા લાગ્યો હતો. ઉદારીકરણે જ્યાં ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ ઉપલબ્ધ કરાવી. તો તેજસ્વી લકોને ફરી એક વાર વિદેશ જવાનો રસ્તો દેખાયો હતો.

આ પણ વાંચો-અમેરિકન સરકારના વિદેશી વિદ્યાર્થીઓને સ્વદેશ મોકલવાના નિર્ણયને લઈ જાણો નિષ્ણાતોનો મત

કમ્પ્યુટર ક્રાન્તિ (computer revolution)એ ખોલ્યો સિલિકોન વેલિ (Silicon Valley)નો રસ્તોઃકમ્પ્યુટર ક્રાન્તિ (computer revolution)એ ભારતીયો માટે સિલિકોન વેલિ (Silicon Valley) સુધી પહોંચવાનો રસ્તો ખોલી દીધો હતો. વર્ષ 2005 આવતા આવતા વિદેશોમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ. વર્ષ 2005થી 2015ની વચ્ચે US માટે માઈગ્રેશનમાં 85 ટકાનો ઉછાળો આવ્યો હતો. અમેરિકાના 12 ટકા વૈજ્ઞાનિક અને 38 ટકા ડોક્ટર ભારતીય છે. બ્રેઈન ટ્રેઈનનો અંદાજ તમે એવી રીતે લગાવો કે નાસા (NASA)ના 10 વૈજ્ઞનિકોમાંથી 4 ભારતીય છે.

સિલિકોન વેલિમાં 1,000 ભારતીયોએ કંપની બનાવી છે, જે 40 બિલિયનથી વધુનો વેપાર કરી રહી છે

વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઝ ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષે છેઃઆઈઆઈટી (IIT) તથા આઈઆઈએમ (IIM) સિવાય ભારતમાં વિશ્વસ્તરની સંસ્થા નથી. અનામતના નિયમોના કારણે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મોટી સંસ્થામાં એડમિશન લેવું સરળ નથી. અનરિઝર્વ્ડ કેટેગરી (Unreserved category)માં ભણવાનો ખર્ચ પણ વિદેશની યુનિવર્સિટીની સરખામણીમાં ઓછો-વધુ છે. જ્યારે વિદેશોમાં ભારતીય અને એશિયાઈ વિદ્યાર્થીઓ માટે સીટ રાખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્પોન્સર્ડ સ્કોલરશિપ પણ મળે છે, જે ભારતમાં નથી મળતી.

અમેરિકા ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું પસંદનું સ્થળ છે

10.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં ભણે છેઃવિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, જાન્યુઆરી 2021 સુધીમાં વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 10.9 લાખ હતી. વર્ષ 2019માં 5.9 લાખ વિદ્યાર્થીઓ વિવિધ દેશની યુનિવર્સિટીમાં ગયા છે. કોરોનાના કારણે વર્ષ 2021ના પહેલા ક્વાર્ટરમાં ફક્ત 72,000 વિદ્યાર્થી વિદેશ ગયા છે. વર્ષ 2020માં આ સંખ્યા ઓછી રહી અને 2,60,000 ભારતીય વિદ્યાર્થીઓએ વિશ્વના અન્ય દેશની સંસ્થાઓમાં એડમિશન મેળવ્યું હતું. વર્ષ 2019માં 5,20,000 ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. ભણવા માટે ભારતીય વિદ્યાર્થીઓની પસંદ અમેરિકા, કેનેડા અને યુકેની યુનિવર્સિટી છે. ત્યારબાદ સિંગાપોર, ચીન, ઓસ્ટ્રેલિયા અને જર્મની તેમ જ ફ્રાન્સ જેવા યુરોપીયન દેશનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા જનારા મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ જ છે.

કોરોનાના કારણે ફક્ત 72,000 વિદ્યાર્થીઓ ભણવા માટે ફેબ્રુઆરી 2021 સુધી વિદેશ જઈ શક્યા

વિદેશ ભણવા જવામાં આંધ્રપ્રદેશ પહેલા નંબર પર

ભારતમાં આંધ્રપ્રદેશ (તેલંગાણા)ના વિદ્યાર્થીઓ વિદેશ જવામાં પહેલા નંબર પર છે. અહીંથી વર્ષ 2020માં 35,614 અને વર્ષ 2019માં 69,465 વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં ભણવા ગયા છે. જ્યારે બીજા નંબર પર પંજાબ અને ત્રીજા નંબર પર મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ છે.

નિયમ ના બદલ્યા તો ભારતીય વિદ્યાર્થઈઓ કેનેડા જશેઃઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા નિયમને કડક કરી દીધા હતા. આ કારણથી અમેરિકામાં ભારતીયો માટે રોજગાર આધારિત શ્રેણીમાં વિઝાનું બેકલોગ 9 લાખથી વધુ છે. 2030 સુધી આ સંખ્યા 21 લાખથી વધુ થશે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીના સ્ટૂઅર્ટ એન્ડરસને ચેતાવણી આપી છે કે, જો અમરિકાએ જૂની નીતિ ન બદલી તો ભારતીય તેજસ્વી વિદ્યાર્થીઓ કેનેડા જતા રહેશે. અમેરિકાની યુનિવર્સિટીમાં 2016-17થી 2018-19ની વચ્ચે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 25 ટકા ભારતીય વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે.

ફક્ત બ્રેઈન ડ્રેઈન જ નહીં, મેન પાવર પણ ગુમાવી રહ્યા છીએઃજાન્યુઆરી 2021માં જ્યારે કોરોનાની બીજી લહેર શરૂ થઈ રહી હતી. ત્યારે યુનાઈટેડ નેશન્સે વિશ્વમાં પ્રવાસીઓની સ્થિતિ પર રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, 2000-20ની વચ્ચે ભારતના 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકો વિદેશ જતા રહ્યા છે. વર્ષ 1990ના દાયકામાં એવા ભારતીયોની સંખ્યા 67 લાખ હતી. વર્ષ 2021માં જાહેર કરાયેલી UN રિપોર્ટ અનુસાર, લગભગ 1 કરોડ 80 લાક ભારતીય વિદેશમાં સેટલ થઈ ચૂક્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેબ્રુઆરી 2020 સુધી વિદેશમાં રહેતા ભારતીયોના આંકડા 1 કરોડ 36 લાખ 20 હજાર હતો. સંયુક્ત અરબ અમિરાતમાં સૌથી વધુ 35 લાખ ભારતીય રહે છે. 44 લાખ ભારતીયોએ અમેરિકા અને 25 લાખ લોકો સાઉદી અરબમાં છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, કુવૈત, ઓમાન, ઉત્તરી આયર્લેન્ડ, કતાર અને બ્રિટનમાં પણ ભારતીય પ્રવાસીઓની મોટી સંખ્યા છે.

આગલા વર્ષે 8 લાખ ભારતીયો જઈ શકે છે કેનેડાઃપોણા ચાર કરોડની વસ્તી ધરાવતા કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 16 લાખથી વધુ છે. વર્ષ 2019 સુધી ત્યાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 2,19,855 થઈ ગઈ હતી. ત્યાંની જસ્ટિન ટ્રુડો સરકારે એક રિપોર્ટમાં સ્વીકાર્યું હતું કે, વર્ષ 2023 સુધી અહીં 24 લાખથી વધુ ભારતીયો વસશે.

કેરળની જીડીપીમાં પ્રવાસીઓની આવકનો ભાગ 13.85 ટકા છે

પ્રવાસીઓથી કમાણીના મામલામાં કેરળ ટોપ પર છે. કેરળની જીડીપીમાં પ્રવાસીઓની આવકનો ભાગ 13.85 ટકા છે. બીજા નંબર પર કર્ણાટક છે. આ રાજ્યના પ્રવાસી 5.74 ટકાનું યોગદાન આપે છે. ત્રીજા સ્થાન પર મહારાષ્ટ્ર અને ચોથા નંબર પર તમિલનાડુ છે. છેલ્લા 3 વર્ષોમાં ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રવાસીઓની સંખ્યા વધી છે. RBIના આંકડા મુજબ, વર્ષ 2018-19માં દેશની બહાર રહેતા લોકો દ્વારા 76.4 બિલિયન અમેરિકી ડોલર ભારતમાં આવ્યા છે. જ્યારે વર્ષ 2019-20 દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયોએ 83 બિલિયન અમેરિકી ડોલર મોકલ્યા છે.

ABOUT THE AUTHOR

...view details